થરાદ ગૌ આંદોલનને કોંગ્રેસ મહિલા મહામંત્રી નું સમથૅન

થરાદ ખાતે ગૌ માતા માટે ઉપવાસ કરી રહેલા ગૌ ભક્તોની ગુજરાત પ્રદેશ કોંગ્રેસના જનરલ સેક્રેટરી ગીતાબેન નાઈ એ મુલાકાત લીધી અને તેમને સમર્થન આપીને ટેકો જાહેર કર્યો.
વર્તમાન સમયમાં ગાય માતા લમ્પી નામના રોગથી પીડાઈ રહી છે. ગાયોની આ દુર્દશા આજે જોઈ નથી શકાતી ત્યારે સૌ ગૌ ભક્તો ગાય માતાનની વ્હારે આવી તેમને ઈલાજ માટે બનતા બધા જ પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અંતર્ગત 500 કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી. પરંતુ હજુ સુધી એક પણ રૂપિયો આપ્યો નથી. ગુજરાતની ભાજપ સરકાર ચૂંટણીના પ્રચાર સમયે ગૌરક્ષક અને ગૌ ભક્ત બનીને આવે છે. અને જનતાને ભેળવીને વોટ મેળવવામાં સફળ રહે છે.
અમારા થરાદના વિસ્તારમાં પણ ગાયોની હાલત બહુ જ દયનીય બની છે. ત્યારે સરકારે જાહેર કરેલ 500 કરોડ રૂપિયા ગાય માતાના પોષણ માટે ન મળતા થરાદ વાવ તાલુકાના સૌ ગૌ ભક્તોએ ભાજપ સરકાર પાસે સહાયની માગણી કરી છે. સત્વરે ગાય માતાના પોષણ સહાય ની રકમ મળે તે માટે થરાદ શહેર ખાતે તા. 7/9/2022 થી રાજપુત રાણાજી રતાજી, રમેશભાઈ ગામોટ અને પ્રધાનજી ઠાકોર જેવા વીરો જે ગાય માતાના જીવ બચાવવા માટે પોતાનો જીવ આપી દેવા તત્પર થઈ અનાજનો ત્યાગ કરી આમરણાંત ઉપવાસ પર બેઠાં છે. અને તમામ થરાદ વાવ તાલુકાની જનતા તેમને સમર્થન આપી રહી છે. ગાય માતા પોષણ સહાય નહીં મળે ત્યાં સુધી ઉપવાસ આદોલન ચાલુ રહેશે.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756