રાજ્યના ૭૧ લાખ કાર્ડ ધારકોને પહેલીવાર સીંગતેલનું રાહતદરે વિતરણ કરાય છે

રાજ્યના ૭૧ લાખ કાર્ડ ધારકોને પહેલીવાર સીંગતેલનું રાહતદરે વિતરણ કરાય છે
Spread the love

છેવાડાનો માનવી ભૂખ્યો ના સુવે એની ચિંતા અમે કરી રહ્યા છીએ:અન્ન નાગરિક પુરવઠા મંત્રી શ્રી નરેશ પટેલ

રાજ્યના ૭૧ લાખ કાર્ડ ધારકોને પહેલીવાર સીંગતેલનું રાહતદરે વિતરણ કરાય છે

Anniversary શ્રીભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ૭૧ લાખ કાર્ડ ધારકોને રૂ.૧૦૦ના રાહત દરે ડબલ ફિલ્ટર્ડ સીંગતેલનું વિતરણ

અન્ન નાગરિક પુરવઠા મંત્રી શ્રી નરેશ પટેલે જણાવ્યું છે કે, રાજયનો છેવાડાનો માનવી પણ ભૂખ્યોના સુવે એની ચિંતા છેલ્લા ૨૭ વર્ષથી અમારી સરકાર કરી રહી છે.એટલુંજ નહી ખેડૂતોને પાક ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળી રહે એની પણ સંપૂર્ણ ચિંતા અમે કરીને ખેડૂતોના પડખે ઉભા રહીને ખરીદી પણ કરી છે.

આજે વિધાનસભા ખાતે ખાદ્યતેલના ભાવો અકુશમાં રાખવા અગેના ટૂંકી મુદતના પ્રશ્નના પ્રત્યુંતરમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે,ખેડૂતો અને નાગરિકો બંન્નેની ચિંતા કરતી આ સરકાર છે. ગરીબોને સહાયરૂપ થવા માટે મુખ્યમંત્રી શ્રીભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ
રાજ્યના 71 લાખ કાર્ડ ધારકોને પહેલીવાર રાહતદરે સીંગતેલનું વિતરણ કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.

મંત્રીશ્રી એ ઉમેર્યું કે,યુક્રેનના યુધ્ધના પરિણામે આતર રાષ્ટ્રીય બજારોમાં ખાદ્યતેલના આયાત નિકાસમાં પ્રશ્નો હતા પરંતું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત આયોજનના પરિણામે ગરીબ પરિવારોને કોઈપણ તકલીફ પડવા દીધી નથી.

તેમણે કહ્પું કે,ગરીબ પરિવારો ને ખાદ્યતેલ આપવા માટે મુખ્યમંત્રીશ્રી એ રાહતદરે સીંગતેલ પુરૂ પાડવા માટેનો નિર્ણય કર્યો છે અને ગરીબ પરિવારોને પહેલીવાર ડબલ ફિલ્ટર્ડ સીંગતેલ રૂ.૧૦૦ના રાહત દરે વિતરણ કરાશે.જેનો લાભ ૭૦ લાખ કાર્ડધારકોને મળશે આ માટે રાજય સરકાર રૂ.૯૭ની સબસીડી નાગરિકો વતી રાજય સરકાર વહન કરશે તેમ તેમણે ઉમેર્યું હતું

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા જન્માષ્ટમીના તહેવારો દરમિયાન રાજ્યના ૬૬.૬૭ લાખ ગરીબ પરિવારને પ્રતિ કુટુંબ એક લીટર સીંગતેલનું વિતરણ રૂ.૧૦૦ના રાહત દરે વિતરણ કરવામાં આવ્યું છે.અને આ મુજબ આગામી દિવાળીના તહેવારોમાં પણ વિતરણ કરાશે જેની શરૂઆત તા.૧લી ઑકટોમ્બરથી કરાશે.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

LOKARPAN-@-Official-✍🏻-20220922_163652.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!