અંબાજી મંદિરના 8 અને 9 નંબર ગેટ આજથી 2 દિવસ માટે બંધ

અંબાજી મંદિરના 8 અને 9 નંબર ગેટ આજથી 2 દિવસ માટે બંધ
અંબાજી મંદિરના 8 અને 9 નંબર ગેટ આજથી 2 દિવસ માટે બંદ,ગેટ નંબર 9 માત્ર પાવડી પૂજા માટે જ
શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું છે એટલે આ ધામને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. નવરાત્રી પર્વ અંબાજી ખાતે ચાલી રહ્યો છે, ત્યારે મોટી સંખ્યામાં માઈ ભક્તો માતાજીનાં દર્શન કરવા આવી રહ્યા છે અને દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે વાત કરવામાં આવે તો ચોક્કસપણે કહી શકાય છે કે 29 અને 30 તારીખે ભારતના પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતની યાત્રા પર આવી રહ્યા છે ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે પણ પીએમની યાત્રાને લઈને ગેટ નંબર 8 અને 9 સામાન્ય જનતા માટે આજથી બંદ કરવામાં આવ્યા છે અને ગેટ નંબર 9 માત્ર પાવડી પૂજા કરવા આવતા બ્રાહ્મણો માટે જ ખુલ્લો રહેશે.
30 સપ્ટેમ્બર બપોર બાદ અંબાજી ખાતે ભારતના પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી જ્યારે આવી રહ્યા છે ત્યારે સુરક્ષાના ભાગરૂપે ગેટ નંબર 8 અને 9 આજરોજ વહેલી સવારથી બંદ કરવામા આવ્યા છે.માઈ ભક્તો મુખ્યદ્વાર એટલે કે શક્તિદ્વાર થી દર્શન કરવા જઈ શકશે અને ગેટ નંબર 9 માત્ર પાવડી પૂજા કરવા આવતા બ્રાહ્મણો માટે જ ખુલ્લો રહેશે અંબાજી મંદિરના સિક્યુરિટી સબ ઇન્સ્પેક્ટર વીરૂપાલસિંહ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
રિપોર્ટ : અમિત પટેલ અંબાજી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756