આજે ખેલૈયાઓનો જુસ્સો વધારવા હિમેશ રેશમિયા બનશે મોરબી ના મહેમાન

આજે ખેલૈયાઓનો જુસ્સો વધારવા હિમેશ રેશમિયા બનશે મોરબી ના મહેમાન
Spread the love

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં આજે ખેલૈયાઓનો જુસ્સો વધારવા હિમેશ રેશમિયા બનશે મોરબી ના મહેમાન

2 ને રવિવારના રોજ જાણીતા કોમેડિયન ખજુરભાઈ મનોરંજન પુરૂ પડશે

મોરબી : મોરબીના ખેલૈયાઓમાં આકર્ષણ જમાવનાર પાટીદાર નવરાત્રી મહોત્સવમાં દરરોજ અવનવા મહેમાનો ખેલૈયાઓનો જોમ જુસ્સો વધારી રહ્યાછે ત્યારે આગામી તા.1લી ઓક્ટોબરના રોજ હિમેશ રેશમિયા મોરબીના મહેમાન બની પાટીદાર નવરાત્રી મહોત્સવની શાનમાં ચાર ચાંદ લગાવશે.

મોરબીમાં સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા શહીદ પરિવારોના લાભાર્થે આયોજિત પાટીદાર નવરાત્રી મહોત્સવમાં દરરોજ નવા મહેમાનો ખેલૈયાઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે ત્યારે આગામી તા.1 ઓક્ટોબરના રોજ મોરબીમાં પ્રથમ વખત બૉલીવુડના જાણીતા ગાયક કલાકાર હીમેષ રેશમિયા પોતાના સુરીલા અવાજથી પાટીદાર નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓને ગરબે રામાડનાર હોવાનું આયોજક અજય લોરીયાએ જણાવ્યું હતું. આ ઉપરાંત તા. 2 ને રવિવારના રોજ જાણીતા કોમેડિયન ખજુરભાઈ પાટીદાર નવરાત્રી મહોત્સવમાં મહેમાન બની લોકોને મનોરંજન પુરૂ પડશે.જયારે આઠમાં નોરતે મહાઆરતી પ્રમોદભાઈ વરમોરા(વરમોરા ગ્રુપ) અને સવજીભાઈ બારૈયા પરિવાર દ્વારા કરવામાં આવનાર હોવાનું અજય લોરિયાએ અંતમાં જણાવ્યું હતું.

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

14-19-05-b7f310ad-5bcd-459d-88cb-129a469bb108-840x420-1.jpg FB_IMG_1664614993274-0.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!