મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક ૨૧મી ઓક્ટોબરે મળશે
મોરબી : મોરબી જીલ્લા સંકલન સહ ફરીયાદ સમિતીની બેઠક આગામી તા.૨૧/૧૦/૨૦૨૨ના રોજ બપોરના ૦૩:૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે.
આ બેઠકમાં ફરીયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા કરાશે. સંકલન સમિતિની બેઠકમાં રજૂ થયેલ પ્રશ્નોની સમીક્ષા અને સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે. બેઠકમાં જિલ્લાના અધિકારીશ્રીઓએ પોતેજ જરૂરી વિગતો સાથે ઉપસ્થિત રહેવા નિવાસી અધિક કલેકટરશ્રી એન.કે.મુછાર દ્વારા જણાવાયું છે.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756