જામનગર માં આ વર્ષે રાવણ દહના કાર્યક્રમ પ્રદર્શન ગ્રાઉન્ડ ને બદલે શહેર ના પ્રણામી ગ્રાઉન્ડ ખાતે ઉજવાશે

જામનગર માં આ વર્ષે રાવણ દહના કાર્યક્રમ પ્રદર્શન ગ્રાઉન્ડ ને બદલે શહેર ના પ્રણામી ગ્રાઉન્ડ ખાતે ઉજવાશે
Spread the love

જામસાહેબ ના જામનગર માં 7 દાયકા થી પરંપરાગત રીતે આસો સુદ આધશકિત માં જગદંબા ના નવ નોરતા નવરાત્રી બાદ વિજ્યાદશમી મહોત્સવ ની ઉજવણી જામનગર સિંધી સમાજ દ્વારા કરવામાં આવે છે.જે સંદર્ભે ચુંટણીવર્ષ હોવાને અનુસંધાન જોગાનુજોગ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ આવનારી તારીખ ૧૦/૦૧૦/૨૦૨૨, મંગળવાર ના રોજ જામનગર ના વડાપ્રધાન મેદાન ખાતે જનસભા સંબોધવાના હોવાથી જેની તૈયારી અગાઉ થી શરૂ થઇ જશે જે બાબત ને ધ્યાને લઇ આ વર્ષે રાવણદહન નું કાર્યક્રમ સ્થળ ફેરબદલી કરી શહેર ના પ્રણામી શાળા પાસે ના મેદાન માં આયોજન કરવામાં આવ્યું છે જેની જામનગર ની સર્વે જનતા એ નોંધ લેવી.

સાથસાથે અસ્ત્ય પર સત્ય નો વિજ્ય આ આદર્શ અને વિજયદિવસ માં તહેવારે સૌ જામનગર ની જનતા ને રામસવારી અને રાવણદહન ના કાર્યક્રમ જોડાવવા અનુરોધ છે.જેમાં રામસવારી યાત્રા બપોરે:૦૩:૦૦ કલાકે શહેર ના નાનકપૂરી ખાતે થી પ્રારંભ થઇ શહેરના મુખ્ય માર્ગો પવનચક્કી – હવાઇચોક – બર્ધનચોક – ચાંદીબજાર – સજુબા શાળા – બેડીંગેઇટ – લીમડાલેન – જિલ્લા પંચાયત – મિગ કોલોની – હાથી કોલોની – પટેલ સમાજ – રણજીતનગર સર્કલ – હીરજી મિસ્ત્રી રોડ અંતે સાંજે ૦૬:૦૦કલાકે પ્રણામી ગ્રાઉન્ડ સ્થળ પર આ મુજબ રામસવારી રૂટ પર કરશે ત્યારબાદ રાવણ દહન કાર્યક્રમ ઉજવણી કરવામાં આવશે તે સાથે ફરી એકવાર જામનગર સિંધી સમાજ દ્વારા આ વિજ્યાદશમી કાર્યક્રમ માં જામનગર ની સમગ્ર જનતા ને જોડાઈ ઉજવણી કરવા સિંધી સમાજ દ્વારા ભાવભર્યુ વિનયસભર અનુરોધ સાથે અખબાર યાદી માં જણાવ્યું છે.

રિપોર્ટ : કપિલ મેઠવાણી,જામનગર.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

ravam-e1570520346735.jpg

Admin

Kapil Methwani

9909969099
Right Click Disabled!