દામનગર ભા.જ.પ.ના શાસનમાં મુખ્ય બજારોમાં ખાડાઓના ભ્રષ્ટ વિકાસમાં હેરાનગતિ..ભા.જ.પ.વાળા સામે રોષ..!!

ગુજરાતમાં ૨૭ અને દામનગરમાં દોઢ વર્ષ થી ભા.જ.પ.ના શાસનમાં મુખ્ય બજારોમાં ખાડાઓના ભ્રષ્ટ વિકાસમાં હેરાનગતિ..ભા.જ.પ.વાળા સામે રોષ..!!
દામનગર ગુજરાતમાં ૨૭ અને દામનગરમાં દોઢ વર્ષ થી ભા.જ.પ.ના શાસનમાં મુખ્ય બજારોમાં ખાડાઓના ભ્રષ્ટ વિકાસમાં હેરાનગતિ..ભા.જ.પ.વાળા સામે રોષ..!! ગત નગરપાલિકાની ચૂંટણીમાં લોકોને એવું લાગતું હતું કે ભા.જ.પ.વાળાને મત આપીને ચૂંટીને બેસાડ્યા પછી….વિકાસના કામો કર્યા છે…ખોખલા પણ ઘરે ઘરે ગેસની પાઇપ લાઈન માટે ખોદેલા ખાડા ની હાલત જોતા એવું લાગે કે દામનગરમાં લોકો હજી શું ૧૮મી સદીમાં જીવે છે…વિકાસની ભરમાર વચ્ચે દામનગર નગરપાલિકાના જવાબદાર લોકો નાગરિકોને પડતી હાલાકી દૂર કરવામાં સદંતર નિષ્ફળ ગયા છે…!! મુખ્ય બજારોમાં પડેલા ખાડાઓથી વેપારીઓ,રાહદારીઓ,વાહનચાલકો અને આમ જનતા હેરાન – પરેશાન છે…ને સત્તાધીશો તાબોટા પાડે છે..દિવાળીના તહેવારો નજીક છે.ને ૨૪ માથી ૨૨ સભ્યો ભા.જ.પ.ના અને વિરોધ પક્ષમાં કોંગ્રેસના માત્ર ૨ સભ્યો છે..ચીફ ઓફિસર પણ ક્યારેય લોકોને પડતી તકલીફ માટે સજાગ નથી..!!? ચેમ્બર ઓફ કોમર્સના નવનિયુક્ત પ્રમુખ ને માત્ર હોદ્દામાજ રસ છે..!!? તેવા સવાલો ઊઠી રહ્યા છે.દરેક વોર્ડના સભ્યો પોતાના વોર્ડના લોકો માટે દરેક સમસ્યાઓ તાત્કાલિક હલ કરે નહિતો જનતાના રોષનો ભોગ બનવું ન પડે….લોકોને હેરાન કરવા મતદારોએ મત આપ્યા છે….એક એવી ચર્ચા છે..છે તો વિકાસ ( ખોખલો) વાળા ભા.જ.પ.નું શાસન ને..!!
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756