ડભોઇ : બોરબાર તેમજ બનૈયા ગામ માં પોણા બે કરોડ ના વિકાસ કાર્યો નું ખાતમુહૂર્ત

ડભોઈ વિધાનસભા માં આવતા બનૈયા તેમજ બોરબર ગામે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત પોણા બે કરોડ ના વિકાસ ના કામો નું ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
વિધાનસભા ની ચૂંટણી ને હવે જ્યારે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે વિકાસ ના કામો વહેલી તકે પુરા થાય તે હેતુ થી ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા દ્વારા ડભોઇ વિધાનસભા ના મંજુર થયેલા કામો ના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.જે પૈકી ડભોઇ તાલુકા ના બનૈયા તેમજ બોરબાર ગામે સ્લેબ ડ્રેઇન તથા નવા રોડ ના કામો નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.ગુજરાત સરકાર ની મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ડભોઇ તાલુકા ના બે ગામો ના આશરે પોણા બે કરોડ ના ખર્ચે મંજુર થયેલ કામો જેમાં બનૈયા ગામ ના જવા માટે એક માત્ર રોડ હોવાના કારણે ચોમાસા દરમિયાન નાળા પર પાણી આવી જતા ગામ સંપર્ક વિહોણું બનતા ગ્રામજનો ની રજુઆત ને ધ્યાન માં રાખતા 92.33 લાખ ના ખર્ચે સ્લેબ ડ્રેઈન(પુલ) ની કામગીરી નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.ઉપરાંત ડભોઇ તાલુકા ના બોરબાર ગામે 85.12 લાખ ના ખર્ચે બોરબાર થી નારીયા રોડ નું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના સરપંચ તેમજ ભાવેશભાઈ પટેલ, ચિરાગ પટેલ,અનિલ પટેલ,પિયુષ પટેલ,શહીદ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, આગેવાનો તેમજ તાલુકા પંચાયત સભ્યો, તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756