બાપા સીતારામ ગૌશાળા-ઝુઝારપુરના લાભાર્થે ભવ્ય લોકડાયરો યોજાયો.

બાપા સીતારામ ગૌશાળા-ઝુઝારપુરના લાભાર્થે ભવ્ય લોકડાયરો યોજાયો.
Spread the love

બાપા સીતારામ ગૌશાળા-ઝુઝારપુરના લાભાર્થે ભવ્ય લોકડાયરો યોજાયો.

તા.૨૬.૧૦.૨૦૨૨,બુધવારના રોજ નુતનવર્ષના પાવન દિવસે ઝુઝારપુર ગામ સમસ્ત દ્વારા બાપા સીતારામ ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ હતું.
આજના દિવસે યોજેલ આ લોકડાયરામાં લોક સાહિત્યકાર શિવરાજભાઈ વાળા,લોક ગાયિકા દેવિકાબેન રબારી તેમજ ભજનીક ધાનસુરભાઈ ગઢવી અને સાંજીદા મિત્રો દ્વારા ભજન,સાહિત્ય અને લોકગીતો પોતાના સુમધુર કંઠે રજુ કરી ડાયરાને સફળ બનાવ્યો હતો.
આજના આ લોકડાયરામાં સમસ્ત ઝુઝારપુર ગામના ગૌસેવકો અને આયોજકો દ્વારા જુદી જુદી સમિતિ બનાવી આ શુભ કાર્યમાં સાથ અને સહકાર આપ્યો હતો.
આજના દિવસે આયોજીત આ લોકડાયરામાં ૬,૫૦,૦૦૦/-અંકે રુપિયા છ લાખ પચાસ હજાર જેટલી રકમ ગૌસેવાર્થે મળેલ છે.આજના આ લોકડાયરામાં ગૌસેવા કાર્યમાં આપેલ યોગદાન બદલ તમામ દાતાશ્રીઓનો ઝુઝારપુર ગામ આભાર માને છે.
આજના આ લોકડાયરામાં આજુ બાજુના ગામો અને આજુ બાજુના ગામોની ગૌ શાળા તેમજ આગેવાનોનો પણ આ પ્રસંગમા પુર્ણ સહયોગ રહ્યો છે. આપ સર્વે ને સમસ્ત ઝુઝારપુર ગામ હ્રદયથી વંદન અને આભાર વ્યક્ત કરે છે.
ઝુઝારપુર ગામ ચોરવાડ ગામની નજીક અરબીસમુદ્ર પાસે આવેલું ગામ છે.આ ગામના લોકો દ્વારા ટૂંક સમયમાં ૧,૦૦,૦૦,૦૦૦/-એક કરોડ જેટલી રકમનો ખર્ચ કરી માતાજીનું મઢ બનાવેલ છે.ખુબ જ નાના એવા આ ગામના લોકો મહેનતુ અને સંસ્કૃતિ સભર છે.આ ગામમાં હાલ ગૌશાળા પણ ચાલી રહી છે અને ગૌસેવકો તન મન અને ધનથી ગૌસેવા કરી રહ્યા છે.
આજના નુતન વર્ષે ગૌશાળાના લાભાર્થે યોજેલ ડાયરાના માધ્યમથી જે ગૌદાન મળેલ છે જે દાનનો ઉપયોગ ગાયોની સેવામાં થશે. ગાયોની સેવા અને રક્ષા કરવી એ આપણી પ્રાચીન સંસ્કૃતિ છે જે કાર્ય આ ગામ દ્વારા થઈ રહ્યું છે.આગામી દિવસોમાં પણ ઝુઝારપુર ગ્રામજનો દ્વારા આવા સેવા અને સંસ્કૃતિના કાર્યો થતા રહે તેવી નુતનવર્ષે શુભકામના સહ….

🙏જય ગૌમાતા🙏

રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)

મો.9173656856

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!