ધનસુરા તાલુકાના ખિલોડીયા ડામર રોડ પાસ થયેલ હોવા છતાં બનાવવા માં ઠાગાઠૈયા

ધનસુરા તાલુકાના ખિલોડીયા ડામર રોડ પાસ થયેલ હોવા છતાં બનાવવા માં ઠાગાઠૈયા
કોન્ટ્રાક્ટ સમય મર્યાદા માં રોડ ન બનાવે તો તેના ઉપર કાયૅવાહી કરી અન્ય જોડે બનાવવો કોની જવાબદારી?
રોડ બનાવ્યા વગર ગામ માં પ્રવેશ તા પહેલા તકેદારી રાખવી : સરપંચ
વારંવાર ની રજૂઆતો છતાં કોઈ ના પેટનું પાણી કેમ નથી હલતું? ચુંટણી ટાઈમે જેટલા ચક્કર મારો છો તેના થી અર્ધા ચક્કર કામ માટે મારતા હોવ તો વોટ માટે ચક્કર ના મારવા પડે
ધનસુરા તાલુકામાં ખિલોડીયા ગામનો ડામર રોડ વર્ષોથી પાસ થયેલ હોવા છતાં કોટ્રાક્ટર કે આર.એમ.બી વિભાગ અને સરકાર તંત્ર કોઈ ધ્યાન લેતું નથી વડાગામ થી ખિલોડીયા વાયા અલવા ગામનો રોડ ચૂંટણી પહેલા રોડ બનાવવામાં નહિ આવે તો ખિલોડીયા ગ્રામ-પંચાયત વિસ્તારની જનતા આક્રોશે ભરાયેલી અને રોડ થી પરેશાન થઇ ગયેલ હોવાથી જનતા ચૂંટણી બહિષ્કાર કરવાનું કહી રહી છે એની સંપૂર્ણ જવાબદારી જે-તે વિભાગ અને સરકારશ્રીની રહશે, કોઈ પણ પક્ષના નેતાઓ એ ખિલોડીયા ગ્રામ-પંચાયત વિસ્તારમાં પ્રચાર માટે પ્રવેશ કરવો નહિ, જનતા આક્રોશે ભરાયેલી હોવાથી કોઈની સામે ખરાબ વર્તન કરશે તો જેતે પ્રચાર માટે આવેલા માણસની જવાબદારી રહેશે, અગાઉ જનતા દ્વારા વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ રોકવામાં આવ્યો તે વખતે આર.એમ.બી વિભાગના ડેપ્યુટી એન્જીનીયર સાહેબ દ્વારા પણ લેટર લખી આપવામાં આવ્યો હતો કે વરસાદની વિરામબાદ રોડ ચાલુ થઇ જશે હજુ કોઈ નિરાકરણ આવ્યું નથી જનતા હવે કોઈનું સાંભરે નહિ, જનતાનો એકજ સવાલ રોડ નહિ તો ચૂંટણી બહિષ્કાર.
રીપોર્ટ, મનોજ રાવલ ધનસુરા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756