ડભોઇ ખાતે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

આજરોજ ડભોઇ સત્તરગામ પટેલ સમાજ ની વાડી ખાતે ડભોઇ તાલુકા ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સ્નેહ મિલન નું આયોજન રાખવામાં આવ્યું હતું.જે માં ઠાકોર સમાજ ના પ્રદેશ ના નેતાઓ એ હાજરી આપી હતી.આ સંમેલનમાં વડોદરા જિલ્લા તેમજ તાલુકા ના તમામ ઠાકોર સમાજ ના સંગઠનો ને આમંત્રણ આપવામાં આવ્યું હતું.દિવાળી ના તહેવાર ને અનુલક્ષી ને ઠાકોર સમાજ સંગઠીત થાય તેમજ સમાજ ના એકતા વધે તેવા ઉદ્દેશ્ય થી ડભોઇ તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતુ હે માં ઠાકોર સમાજ ના યુવાનો તેમજ જિલ્લા તેમજ પ્રદેશ ના આગેવાનો એ હાજરી આપી હતી.આ પ્રસંગે અજીતસિંહ ઠાકોર વડોદરા જિલ્લા ઠાકોર સમાજ પ્રમુખ, સુનીલ ભાઈ ઠાકોર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ મંત્રી, વિજય ઠાકોર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સંગઠન મંત્રી, રાકેશ ઠાકોર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વડોદરા પ્રમુખ, અક્ષય ભાઈ ઠાકોર ડભોઇ તાલુકા પ્રમુખ – ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, આતિષસિંહ ઠાકોર ડભોઇ તાલુકા મહામંત્રી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, સહિત ઠાકોર સમાજ ના યુવાનો ઉપસ્થિત રહયાં હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756