ડભોઇ શહેર કોંગ્રેસ દ્વારા સરદાર પટેલ જન્મજયંતિ નિમિતે ફુલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

31 ઓક્ટોબર 1875 ના રોજ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ નો જન્મ ગુજરાત ના નડિયાદ માં થયો હતો.તેઓ રાજકીય અને સામાજિક નેતા હતા .ભારત ની સ્વતંત્રતા ની લડાઈ માં તેઓની મહત્વ નો ફાળો રહ્યો હતો તેમજ તેઓએ અખંડ અને સ્વતંત્ર ભારત ના એકીકરણ નું નેતૃત્વ કર્યું હતું.આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલ ની 147 મી જન્મ જયંતિ નિમિત્તે ડભોઇ શહેર કોંગ્રેસ દ્વારા વડોદરી ભાગોળ ખાતે આવેલ સરદાર પટેલ ની પ્રતિમા ને ફુલહાર કરી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.ડભોઇ કોંગ્રેસ ના નેતા બાલકૃષ્ણભાઈ પટેલ (ઢોલાર) સહિત કોંગ્રેસ ના કોર્પોરેટર સુભાષભાઈ ભોજવાણી,ગોપાલભાઈ જિનવાલા,સતીષ રાવલ,સહિત મોટી સંખ્યા માં કોંગ્રેસ ના કાર્યકરો એ સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા ને ફુલહાર કરી સરદાર અમર રહો ના નારા સાથે શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.સાથે જ કોંગ્રેસ નેતા બાલકૃષ્ણભાઈ પટેલ દ્વારા મોરબી પુલ તૂટવાની હોનારત માં મૃત્યુ પામેલા મૃતકો ને શ્રદ્ધાંજલિ આપી તેઓની આત્મા ની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756