ડભોઇ વિધાનસભા ભાજપ ના શૈલેષ મહેતાની ટિકિટ રીપીટ થતા ઐતિહાસિક ગઢભવાની માતાજી ના દર્શને

ડભોઇ વિધાનસભા ભાજપ ના શૈલેષ મહેતાની ટિકિટ રીપીટ થતા ઐતિહાસિક ગઢભવાની માતાજી ના દર્શને
Spread the love

ભારતીય જનતા પાર્ટી એ પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે જેમાં ડભોઇ વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે જેમાં વડોદરાના ડભોઇના ધારાસભ્ય શૈલેશ મહેતાને સતત બીજી વખત રીપીટ કરવામાં આવ્યા છે જેને લઇને આજરોજ ભાજપના ઉમેદવાર શૈલેષ મહેતા(સોટ્ટા) ની ટિકિટ જાહેર થયા બાદ ડભોઇમાં આવી પહોંચ્યા હતા ત્યાં કાર્યકરો દ્વારા તેઓનું પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું પરંપરાગત રીતે શૈલેષ મહેતા(સોટ્ટા) તેમજ તેમના પત્ની મીનાબેન મહેતા દ્વારા હીરાભાગોળ ખાતે આવેલ ગઢ ભવાની માતાજીના મંદિરે માથું ટેકવી ચૂંટણી પ્રચાર ના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પ્રદેશ કારોબારી સભ્ય શશીકાંતભાઈ પટેલ,ડોક્ટર બી.જે બ્રહ્મભટ્ટ,ડો.મહેન્દ્ર પટેલ,ડો.સંદીપ શાહ,બીરેન શાહ,વિશાલ શાહ,અમિત સોલંકી તેમજ આગેવાનો મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા દર્શન કર્યાની સાથે જ ધારાસભ્ય નિવેદન કર્યું હતું કે હું ઇતિહાસ બદલવા આવ્યો છું અને તાજેતરમાં જ ભાજપના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ કોંગ્રેસમાં જોડાયા છે તે તેઓની મોટી ભૂલ સાબિત થશે તેવું નિવેદન આપતા રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો ઉલ્લેખનીય છે કે ડભોઇ વિધાનસભા માંથી પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલની ટિકિટ પાકી માનવામાં આવી રહી છે ભારતીય જનતા પાર્ટીના શૈલેષ મહેતાની ટિકિટ રીપીટ થતા અનેક કાર્યકર્તાઓના ચેહરા પર હર્ષ ના અશુ જેવા મળ્યા હતા આ સાથે 140 ડભોઇ વિધાનસભા ના ઉમેદવાર શૈલેષ મહેતાએ ડભોઇના અનેક વિસ્તારોમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા સાથે જેઠવાણી કોમ્પ્લેક્સ માં સત્યનારાયણની કથા રાખી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20221112-WA0061.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!