ગજેન્દ્રસિંહ પરમારનો જંગી લીડથી ચૂંટણી જીતવાનો હૂંકાર

સાબરકાંઠાની ૩૩-પ્રાંતિજ-તલોદ વિધાનસભા બેઠક ઉપર સિટિંગ ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારને ટિકીટ અપાયા બાદ આજે સેંકડો ટેકેદારો અને સમર્થકો સાથે વક્તાપુરથી નીકળીને પ્રાંતિજ ખાતે વિજયી મૂર્હૂતમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ પહેલાં વક્તાપુરથી મોટી સંખ્યામાં રેલી નીકળી હતી અને તેમાં મોટી સંખ્યામાં ટેકેદારો અને સમર્થકો જાેડાયા હતા. તલોદ અને પ્રાંતિજ ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું હતું અને ચૂંટણી સભાનું પણ આયોજન કર્યું હતું. જેમાં જય શ્રી રામ અને વંદે માતરમના ગગનભેદી નારા ગૂંજી ઊઠ્યા હતા.
ગજેન્દ્રસિંહે આ પ્રસંગે કહ્યું હતું કે, જનતાના આશીર્વાદથી મને ટિકીટ મળી છે જેથી હું સૌનો આભારી છું. વિતેલા પાંચ વર્ષમાં કોઈને ભૂલથી મન દુઃખ થયું હોય તો માફ કરી સૌ કોઈની માફી પણ માગી હતી. સાબરકાંઠા જિલ્લાની તલોદ-પ્રાંતિજ વિધાનસભા બેઠક ઉપર ભાજપે સિટિંગ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ઉપર વિશ્વાસ મૂકીને રિપીટ કર્યા છે. આજે મંગળવારે તેમના નિવાસસ્થાન વક્તાપુરથી વહેલી સવારે સાડા આઠ કલાકના સુમારે મોટી સંખ્યામાં ટેકેદારો અને સમર્થકો એકઠા થયા હતા અને બાદમાં રેલી સ્વરૂપે પ્રાંતિજ જવા રવાના થયા હતા. તલોદ અને પ્રાંતિજ તાલુકાના સેંકડો ટેકેદારો, સમર્થકો અને સામાન્ય જનતા સ્વયંભૂ ઊમટી પડી હતી.
ગજેન્દ્રસિંહ પરમાર તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈના નારા લગાવ્યા હતા. કુમકુમ તિલક કરી અને હાર પહેરાવીને જનતાએ ગજેન્દ્રસિંહ પરમારનું સ્વાગત કર્યું હતું અને જંગી લીડથી જીતાડીશું તેવો સંકલ્પ પણ કર્યો હતો. પ્રાંતિજ મામલતદાર કચેરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ મધ્યસ્થ કાર્યાલય પણ ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું. જ્યાં જાહેર સભાનું આયોજન કરાયું હતું અને જેમાં ગજેન્દ્રસિંહે સૌ કોઈ જનતાનો આભાર માન્યો હતો અને પોતાના ઉપર મૂકેલા વિશ્વાસને ક્યારેય તૂટવા નહી દઉં તેવો વિશ્વાસ પણ આપ્યો હતો.
તલોદ ખાતે પણ ચૂંટણી કાર્યાલય ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું અને ત્યાં પણ જાહેર સભાનું આયોજન કરાયું હતું અને ત્યાં પણ જય શ્રી રામ, વંદે માતરમના ગગનભેદી નારા ગૂંજી ઊઠ્યા હતા. મંત્રી ગજેન્દ્રસિંહે તલોદ તાલુકાની જનતાનો પણ આભાર માન્યો હતો અને પાંચ વર્ષમાં અપાર પ્રેમ આપવા બદલ આભાર માન્યો હતો. પાંચ વર્ષ દરમિયાન જાણે અજાણે કોઈનું મન દુઃખ થયું હોય તો ક્ષમા યાચના પણ કરી હતી.
——-
ગજેન્દ્રસિંહ પરમાર ભાવવિભોર થયા
તલોદ અને પ્રાંતિજ ખાતે કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યા બાદ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંત્રી ગજેન્દ્રસિંહ ભાવવિભોર થઈ ગયા હતા. તેમણે બંને તાલુકાની જનતાનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, મારી ઉપર તમે મૂકેલા વિશ્વાસના કારણે ફરીથી મને ટિકીટ મળી છે. પાંચ વર્ષના લાંબા સમયમાં જાણે અજાણે કોઈ કાર્યકરને કે સામાન્ય જનતાને દુઃખ થયું હોય તો મને મોટું મન રાખીને માફ કરજાે તેવું આહવાન પણ કર્યું હતું. મારી ઉપર મૂકેલા વિશ્વાસને હું ક્યારેય તૂટવા નહી દઉં તેવો સંકલ્પ પણ તેમણે કર્યો હતો. પાંચ વર્ષમાં તલોદ-પ્રાંતિજ તાલુકાની જનતાએ મને અપાર પ્રેમ આપ્યો છે અને આવો જ પ્રેમ મળતો રહેશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
———–
ધારાસભ્યને જંગી લીડથી જીતાડીશું ઃ કાર્યકરો-ટેકેદારો
મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે આજે વિજયી મૂર્હૂતમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ત્યારે એ પહેલાં પોતાના નિવાસસ્થાન વક્તાપુર ખાતે મોટી સંખ્યામાં ટેકેદારો-સમર્થકો ઉમટી પડ્યા હતા. ઢોલ અને નગારાના તાલે લોકો ઝૂમી ઊઠ્યા હતા અને અબીલ ગુલાલની છોળો પણ ઊડી હતી. આ પ્રસંગે તલોદ અને પ્રાંતિજ તાલુકામાંથી મોટી સંખ્યામાં આવેલા ટેકેદારો, સમર્થકો અને જનતાએ એકસૂરે કહ્યું હતું કે, ગજેન્દ્રસિંહને જંગી લીડથી જીતાડીશું. પાંચ વર્ષમાં બંને તાલુકામાં અનેકવિધ વિકાસના કામો થયા છે અને જેમાં તલોદ તાલુકાનો અઢી દાયકાનો એસટી બસ ડેપોનો પ્રશ્ન ઉકેલાયો તેનો આનંદ લોકોના ચહેરા જાેવા મળ્યો હતો.
———–
કયા કયા નેતાઓ હાજર રહ્યા
પ્રાંતિજ ખાતે ગજેન્દ્રસિંહ પરમારે વિજયી મૂર્હૂતમાં ફોર્મ ભર્યું હતું ત્યારે તેમની સાથે સાબરકાંઠા સાંસદ દીપસિંહ રાઠોડ, પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ, તાજેતરમાં ભાજપમાં ભળેલા મહેન્દ્રસિંહ બારૈયા, સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ બેન્કના ચેરમેન મહેશભાઈ પટેલ, પૂર્વ કાયદા મંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, ભાજપના તમામ હોદ્દેદારો, તાલુકા ભાજપ પ્રમુખ બળવંતભાઈ પટેલ, પ્રાંતિજ શહેર પ્રમુખ નિત્યાનંદ બ્રહ્મભટ્ટ, અરવિંદ પરમાર, મહામંત્રી અર્જુનસિંહ મકવાણા, કિસાન મોરચાના પ્રમુખ હિતેશભાઈ પટેલ સહિતના અનેક નેતાઓ હાજર રહ્યા હતા.
બ્યુરો રીપોર્ટ:
દિલીપસિંહ બી.પરમાર
સાબરકાંઠા બ્યુરો ચીફ