ખોડા ચેકપોસ્ટ ઉપર લાખોનો દારુ ભરેલ ટેન્કર ઝડપી લેતી થરાદ પોલીસ

વિધાનસભા સામાન્ય ચુંટણી અંતર્ગત જીલ્લામાં પ્રોહી/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરેલ હોય, શ્રી એસ.એમ.વારોતરીયા,નાયબપોલીસઅધિક્ષક,થરાદવિભાગથરાદનાઓનામાર્ગદર્શન હેઠળ,શ્રી આર.એસ.દેસાઈ, પોલીસ ઇન્સપેક્ટર થરાદ પો.સ્ટે.ની રાહબરી માર્ગદર્શન હેઠળ આજ રોજ આંતરરાજ્ય ખોડા બોર્ડર પોલીસ ચેક્પોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન ટેન્કર નં.GJ-12-BV-9781માંથી દારૂનો જથ્થો પકડી પાડેલ.
જે દારૂનો જથ્થો ગેર કાયદેસર રીતે અને વગર પાસ પરમીટનો હોઈ જેની ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નંગ-૨૩૦, કુલ બોટલ નંગ-૨૭૬૦, કુલ કિ.રૂ.૮,૨૮,૮૪૦/-નો દારૂ તથા અન્ય ગાડી સહિતનો કુલ કિ.રૂા.૧૮,૩૩,૮૪૦/-નો મુદ્દામાલ કબજે કરેલ છે. જે ટ્રક ગાડીના ચાલક કવરારામ ખેતારામ થોરી(જાટ) રહે.થોરીઓ કા તલા, કોનરા તા.ચૌહટન જિ.બાડમેર રાજસ્થાનવાળા તથા દારૂ ભરાવનાર નારાયણ જાટ રહે.રામજી ગોળ રાજસ્થાન વાળા વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી કાયદેસરનીકાર્યવાહી કરેલ છે.
રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)