ડભોઇ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસ દ્વારા ચંદ્રકાંત શ્રીવાસ્તવ(ભથ્થું) ની પ્રભારી તરીકે નિમંણુક

ડભોઈ વિધાનસભા ૧૪૦ બેઠક વડોદરા જિલ્લા માં સૌથી હોટ ફેવરિટ બનવા પામી છે.ત્યારે વડોદરા મહાનગર પાલિકા ના દબંગ નગરસેવક ચંદ્રકાંત શ્રીવાસ્તવ(ભથ્થું) ની ડભોઈ બેઠક ના કોંગ્રેસ પક્ષ ના પ્રભારી તરીકે નિમંણુક કરાતા ડભોઈ કોગ્રેસ ના કાર્યકરો માં ભારે ઉત્સાહ સાથે ખુશી જોવા મળી હતી.ઉલ્લેખનીય છે કે ડભોઈ વિધાનસભા ના મતવિસ્તાર માં છેલ્લા ઘણા સમય થી ચંદ્રકાન્તભાઈ ભથ્થું દરેક વાર તહેવારે કોંગ્રેસ ના નેતા તરીકે સક્રિય ભૂમિકા માં રહ્યા છે.તેમજ ડભોઇ ના યુવાઓ માં તેઓ ખૂબ જ લોકપ્રિય હોવાથી તેઓને ડભોઇ નગર ની પ્રજા નો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.ડભોઈ વિધાનસભા બેઠક એક સમયે કોગ્રેસ નો ગઢ મનાતો હતો જેને પુનઃ અંકે કરવા કોંગ્રેસ દ્વારા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ ની ડભોઇ ના પ્રભારી તરીકે નિમંણુક કરાઈ છે જેને સૌ કોગ્રેસી કાર્યકરો એ આવકારી છે.આગામી દિવસો માં બાલકૃષ્ણભાઈ અને ચંદ્રકાન્તભાઈ તેમજ ડભોઇ વિધાનસભા ના કાર્યકરો ના સહિયારા પ્રયાસ થી ડભોઇ ની બેઠક કોંગ્રેસ કબ્જે કરશે તેવો વિશ્વાસ ચંદ્રકાન્તભાઈ ભથ્થું એ વ્યક્ત કર્યો હતો.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756