લાઠી વિધાનસભાના દામનગર શહેરમાં ભાજપ એન સી પી માં ભંગાણ

લાઠી વિધાનસભાના દામનગર શહેરમાં ભાજપ એન સી પી માં ભંગાણ
કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમર ના સમર્થન ભાજપ અને એન સી પી ના અગ્રણીઓ રાજીનામાં આપી કામે લાગ્યા…
૧૫૦ થી વધુ કાર્યકરોને કોંગ્રેસમાં વિરજીભાઈ ઠુંમરે આવકાર્યા..
લાઠી વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમરને ભરપૂર જન આશિર્વાદ મળી રહ્યા છે સમગ્ર વિસ્તારોમાં જબરો પ્રતિસાદ મળી રહ્યો છે પાંચ વર્ષ દરમિયાન કરેલા કાર્યોને ધ્યાને લઇ લોકો કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમરને સમર્થન આપી રહ્યા છે
દામનગર વિસ્તારમાં નગરપાલિકાના ભાજપના અને એન સી પી ના પૂર્વ સભ્યો સહિત સ્થાનિક કાર્યકરો આશરે ૧૫૦ થી વધુ કોંગ્રેસમાં જોડાતા ભાજપમાં મોટું ભંગાણ સર્જાયું હતું
પરેસભાઈ જયપાલ,સુરેશભાઈ હાચડ,પ્રફુલાબેન,જીતેન્દ્રભાઈ રાઠોડ,ભીખાભાઇ,મુકેશભાઈચૌહાણ,અનુભાઈ રાઠોડ,વિનુભાઈ રાઠોડ સહિતના મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરો અને અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાતા તમામ ને વિરજીભાઈ ઠુંમરે ખેસ પેરાવી આવકારી કામે લાગી જવા હાકલ સાથે અપીલ કરી હતી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756