ડભોઈ વિધાનસભા ના ગામોમાં કોંગ્રેસ ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ ને ઉમળકાભેર આવકાર

જેમ જેમ ચૂંટણી ની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ તમામ પક્ષો ચૂંટણી ના પ્રચાર નો ધમધમાટ પુરજોશ માં કરી રહ્યા છે.ડભોઈ વિધાનસભા કોંગ્રેસ પક્ષ ના ઉમેદવાર બાલકૃષ્ણભાઈ પટેલ ને ડભોઈ વિધાન સભા ને નજીક થી જાણનાર તેમજ રાજકારણ ના જુના જોગી માનવામાં આવે છે.જેઓ ડભોઇ વિધાનસભા ના ગામે ગામ ફરી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.જે પૈકી આજરોજ બાલકૃષ્ણ પટેલ ડભોઈ મતવિસ્તાર માં આવતા પણસોલી, સુવાલજા, અકોટાદર, સીમળીયા,ગોપાલપુરા,મોતીપુરા,ગોજાલી, કરાલી, ભાયાપુરા,કડધરાપુરા,થરવાસા, હબીપુરા સહિત ના ગામો માં પ્રચાર અર્થે નીકળ્યા હતા દરમિયાન ગ્રામજનો દ્વારા ઠેર ઠેર આવકાર સાથે પ્રચંડ જનસમર્થન જોવા મળ્યું હતું.ઉલ્લેખનીય છે કે આવનારી ચૂંટણી માં ડભોઈ વિધાનસભા માં ત્રીપાખીયો જંગ થવા જઈ રહ્યો છે ત્યારે તમામ ઉમેદવારો જીત ના દાવા કરી રહ્યા છે.ત્યારે ડભોઈ ના સ્થાનિક ઉમેદવાર ને ગામેગામ મળી રહેલા જનસમર્થન ને જોતા કોંગ્રેસ કાર્યકર્તાઓ માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.સાથે જ ભાજપ તથા આમ આદમી પાર્ટી ના નારાજ કાર્યકરો બે દિવસ અગાઉ કોંગ્રેસ માં જોડાતા કોંગ્રેસ પક્ષ મજબૂત સ્થિતિ માં દેખાઈ રહ્યું છે.આગામી દિવસો માં ચૂંટણી ને ખૂબ જ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે વિધાનસભા માં મળી રહેલ ભારે જનસમર્થન જોતા આ ચૂંટણી માં કોંગ્રેસ પક્ષ બહુમહી સાથે વિજય થશે તેવો વિશ્વાસ બાલકૃષ્ણ પટેલ એ વ્યક્ત કર્યો હતો.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756