ડભોઈ બેઠક ના ઉમેદવાર શૈલેષ મહેતા ને ચાણોદ,નંદેરીયા સહિત ગામો માં ઠેર ઠેર જનસમર્થન

વિધાન સભા ની ચૂંટણી ને ખૂબ જ ઓછો સમય બાકી રહ્યો છે અને બીજા તબક્કા ની તમામ બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે ડભોઇ વિધાનસભા ની ચૂંટણી ને અનુલક્ષી પ્રચાર નો ધમધમાટ પુરજોશ માં ચાલી રહ્યો છે.આજરોજ ડભોઈ બેઠક ના ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર શૈલેષ મહેતા ડભોઈ મતવિસ્તાર માં આવેલ નંદેરીયા ગામેં ચૂંટણી પ્રચાર માટે ફેરણી કરી હતી.દરમિયાન ગ્રામજનો દ્વારા તેઓને ઠેર ઠેર આવકાર મળ્યો હતો.સાથે શૈલેષ મહેતા દ્વારા ગામ ના રહીશો ને મળી તેમની સાથે વિકાસ ના તેમજ ગામ ના સ્થાનિક મુદ્દાઓ વિષે ચર્ચા કરી હતી.સાથે જ તેઓ એ સ્થાનિકો પાસે થી પાછલા પાંચ વર્ષ ના કામો ને લઈ ચર્ચા કરી હતી જેમાં ગ્રામજનો દ્વારા તેઓના પાંચ વર્ષે ના કામો ની પ્રસંશા કરવામાં આવી હતી અને વિકાસ ના કર્યો થી સંતુષ્ટ છે તેમ જણાવ્યું હતું.અને આવનારા સમય માં પણ આ જ પ્રકારે વિકાસ થાય તેવું ગ્રામજનો ઇચ્છી રહ્યા છે નું સ્થાનિકો પાસે થી જાણવા મળ્યું હતું.આજરોજ નંદેરીયા,જુના ,નવા માંડવા,ચાણોદ ભીમપુરા સહિત ના ગામો માં ફેરણી દરમિયાન ભાજપ ના ઉમેદવાર શૈલેષ મહેતા ને મતદારો તરફ થી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756