ફોર-વ્હીલર મોટર સાઈકલ માટેની નવી સીરીઝ જીજે-૧૦-ડીએનના ઇ-ઓકસનમાં ભાગ લઈ શકશે

ફોર-વ્હીલર મોટર સાઈકલ માટેની નવી સીરીઝ જીજે-૧૦-ડીએનના ઇ-ઓકસનમાં ભાગ લઈ શકશે
Spread the love

ફોર-વ્હીલર મોટર સાઈકલ માટેની નવી સીરીઝ જીજે-૧૦-ડીએનના ઇ-ઓકસનમાં ભાગ લઈ શકશે

જામનગર : જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લિકના વાહન માલિકો ફોર (L.M.V.) માટેની નવી સીરીઝ જીજે-૧૦-ડીએનના ગોલ્ડન તેમજ સિલ્વર નંબરના ઇ-ઓકસનમાં ભાગ લેવા માટે ઓનલાઇન અરજીનો સમયગાળો આગામી તા.૧૬/૧૨/૨૦૨૨થી ૨૯/૧૨/૨૦૨૨ તથા ઈ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો તા.૨૯/૧૨/૨૦૨૨થી ૩૧/૧૨/૨૦૨૨ અને આ ઇ-ઓકશનનું પરિણામ તા.૩૧/૧૨/૨૦૨૨ના બપોરે ૦૪ કલાકે જાહેર કરવામાં આવશે.

આ પ્રકિયામાં ભાગ લેવા વાહનમાલિકોએ સૌપ્રથમ www.parivahan.gov.in વેબસાઇટ પર જઇને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઇડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. યુઝર આઇડી અને પાસવર્ડ મેળવ્યા બાદ ઉપરોકત વેબસાઇટ પર લોગીન કરીને વાહન ખરીદીના દિવસ-૦૭ની અંદર ઓનલાઇન સી.એન. એ. ફોર્મ ભરવાનું રહેશે. વાહન માલિકે ગોલ્ડન, સિલ્વર કે અન્ય પસંદગીના નંબર પરથી કોઇ એક નંબર પસંદ કરીને ઓનલાઇન પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરીને ઓનલાઇન રસીદ મેળવી લેવાની રહેશે. વાહનમાલિકે પોતાની બીડ ઉપરોકત દર્શાવેલ સમયગાળા દરમિયાન ૧૦૦૦ના ગુણાંકમાં વધારી શકશે. ઇ-ઓકશનના અંતે નિષ્ફળ થયેલ અરજદારોએ રીફંડ માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીની કચેરી, જામનગરનો સંપર્ક કરવાનો રહેશે. પસંદગીના નંબર મળેલ અરજદારોએ બાકી રકમનું ચૂકવણું ઓનલાઇન દિવસ-૦૫માં કરવાનું રહેશે. જેમાં નિષ્ફળ ગયે પસંદગીના નંબરની ફીનું રીફંડ મળશે નહિ, જેની નોંધ લેવા પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!