પી.આઇ કિરણભાઇ પાડવી દ્વારા અનોખી સેવાકીય પ્રવૃત્તિ કરવા આવી.

આજના આ આધુનિક યુગમા સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાઇ માનવ સેવાનુ આગવુ સ્થાન કોઇક થોડા હાંસલ કરતા હોય છે, ગાંધીનગર જીલ્લામા પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા પી.આઇ પ્રો.કિરણભાઇ પાડવી દ્વારા તેમના વતન વાંસદા (નવસારી) ખાતે પાછલા 15 વર્ષોથી અવનવી સેવા આપી રહ્યા છે. ત્યારે સોમવારના રોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાંસદા ગામ ખાતે આદર્શ નિવાસી શાળા પાસે આવેલી આંગણવાડીના બાળકોને દેશીહિસાબ અને બિસ્કિટનું વિતરણ કરી એક અનોખી અનોખી સેવાકીય પ્રવૃત્તિ થકી માનવતાનુ ઉદાહરણ પુરૂ પાડ્યુ હતુ. આ પ્રસંગે પી આઈ કિરણ પાડવીએ જણાવ્યું હતું કે શિક્ષણએ બાળોકોનો મૂળભૂત અધિકાર છે. એક જાગૃત નાગરિક તરીકે દરેક વ્યક્તિએ બાળોકોને શિક્ષિત અને સશક્ત બનાવવા માટે મદદરૂપ થવું જોઈએ. આ પ્રસંગે પી આઈ કિરણ પાડવી વિપુલ દેશમુખ તથા આંગણવાડીના બહેનો હાજર રહ્યા હતા.
રિપોર્ટ :- તુલસી બોધુ, ધાનેરા
(લોકાર્પણ દૈનિક, બનાસકાંઠા)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756