સિહોર ના સુરકા ની સગીરાને આત્મહત્યા કરવા મજબુર કરનાર આરોપી ઓને પોલીસે ઝડપી પાડ્યા

સિહોર ના સુરકા ની સગીરાને આત્મહત્યા કરવા મજબુર કરનાર આરોપી ઓને પોલીસે ઝડપી પાડ્યા
Spread the love

સિહોર ના સુરકા ની સગીરા જાતીય સતામણી થી આત્મહત્યા કરવા મજબુર કરનાર લુખ્ખા સામે આક્રોશ સાથે બુલંદ માંગ ઉઠતા પોલીસે આરોપી ઓને ઝડપી પાડ્યા

ભાવનગર ના સિહોર તાલુકા ના સુરકા ગામે આવારા તત્વો ના ત્રાસ થી સગીર યુવતી ની આત્મહત્યા મામલે સુરકા ગ્રામ્ય થી લઈ સુરત સુધી ઘેરા પ્રત્યાઘાત પીડિત પરિવાર ને ન્યાય મળે તે માટે અગ્રણી ઓની રજુઆત થી ભાવનગર રેન્જ આઈ જી સહિત ની સ્થાનિક પોલીસ ઘટના સ્થળે વિજીટ વધતા જતા અવારા તત્વો ના ત્રાસ થી રાજ્ય ના ગૃહ મંત્રી સુધી પીડિત પરિવાર ને ન્યાય અપાવવા પ્રતિનિધિ મંડળ સહિત સમગ્ર સમાજે લુખ્ખાગીરી સામે બુલંદ અવાજ ઉઠવ્યો
સુરકા ની સગીર દીકરી ને ન્યાય મળે તેવી સર્વત્ર રજુઆત થી સુરકા ખાતે સામાજિક આગેવાનો સાથે પોલીસ તંત્ર ની બેઠક માં ખાત્રી મળી સુરકા ના લુખ્ખા આવારા તત્વો સામે નાશીપાસ થઈ અવાર નવાર ની રંજાડ થી ત્રાસી જઈ સગીર યુવતી એ થોડા દિવસો પહેલા આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથક માં આવા લુખ્ખા તત્વો સામે નારાજગી ઉભી થઇ હતી પોલીસ તંત્ર એ આકસ્મિક મોત ગણી તપાસ ચલાવી રહી હતી તેથી સમગ્ર સિહોર પંથક વિસ્તાર માં પોલીસ ની કામગીરી સામે ભારે નારાજગી સાથે આવા લુખ્ખા તત્વો સામે સુરત સુધી રજૂઆતો પહોંચી અને સામાજિક આગેવાનો એ આ મુદ્દે ભીનું સકેલી આવારા તત્વો સામે કોઈ કાર્યવાહી નહિ કરાય તો આ સિલસિલો ચાલતો જ રહેશે તેવી દહેશત થી પીડિત પરિવાર ના સમર્થન માં ભારે મોટી સંખ્યા લોકો જોડાયા હતા આવી અનિષ્ટ પ્રવૃત્તિ સામે એક થઈ આમ સામાન્ય વ્યક્તિ ઓને ન્યાય મળે તે માટે સુરકા થી લઈ સુરત સુધી સામાજિક અગ્રણી ઓએ ભાવનગર આવી યોગ્ય રીતે તપાસ કરી જવાબદાર આરોપી ઓની ઝડપી કડક કાર્યવાહી ની બુલંદ માંગ ઉઠતા પોલીસ તંત્ર એ તમામ આરોપી ઓને ઝડપી પાડ્યા હતા સિહોર તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર માં આ લુખ્ખા તત્વો સામે સમગ્ર સમાજ એક થઈ પીડિત પરિવાર પડખે ઉભો થયો ખૂબ રંજાડ કરતા આવારા તત્વો સામે આવો આક્રોશ જોઈ પ્રશાસનિક તંત્ર એ ખાત્રી આપી પોલીસ બધું જાણે છે કે આ લુખ્ખા ઓનો આતંક કેવો છે આક્રોશ જોઈ મને કમને પોલીસે આરોપી ઓ ઝડપી લીધા હતા સિહોર પંથકમાં ગત તા.૯-૧ ૨ના રોજ એક ૧૭ વર્ષીય સગીરા કોઈ અગમ્ય કારણોસર ભુર્ગભમાં આવેલ પાણીના ટાંકામાં પડી જતા મોતને ભેટી હતી. આ બનાવમાં સિહોર પોલીસે પ્રથમ અકસ્માતે મોત ની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાનમાં સગીરાને વિપુલ રામશીભાઈ જોટાણા, હર્ષિલ નાનુભાઈ જોટાણા અને મહેશ ગોવિંદભાઈ જોટાણા નામના શખ્સો અવાર-નવાર મૃતક ને હેરાન પરેશાન કરી જાતિય સતામણી કરતા હોવાથી આ ત્રણેય શખ્સોના ત્રાસથી કંટાળી જઈ સગીરાએ મરવા મજબૂર બની પ્રથમ ખડ બાળવાની ઝેરી દવા પી લીધા બાદ પાણીના ટાંકામાં પડતું મુકી આપઘાત કરી લીધો હોવાનું બહાર આવ્યું હતું. જેના આધારે સગીરાના પિતા સહિતના પરિવારજનોએ ગત બુધવારે મોડી રાત્રિના પોલીસ ફરિયાદ નોંધાવા સિહોર પોલીસ મથકે દોડી આવ્યા હતા. પોલીસે મૃતકના
પિતાની ફરિયાદ લઈ વિપુલ જોટાણા, હર્ષિલ જોટાણા અને મહેશ જોટાણા વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે સમગ્ર ઘટના મામલે પટેલ સમાજમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે. મૂળ સુરકાના અને સુરતમાં રહેતા વિજય માંગુકિયા સહિત પાટીદાર આગેવાનો દ્વારા સગીરાને ન્યાય મળે તેના માટે ભાવનગર પહોંચ્યા હતા અને ગૌતમકુમાર પરમાર ને રજુઆત કરી સમગ્ર મામલે વિજય માંગુકિયાએ કહ્યું કે, સુરકામાં જે ઘટના બની છે. મળશે ખરેખર નિંદનીય છે. ગામના જ કેટલાક યુવાનો આ રીતે વિધાર્થીની ઓની પાછળ પડીને તેમને હેરાન કરી રહ્યા છે. આ બાબત ધ્યાન પર આવી છે. તેને લઈને હવે અમે લડત ઉપાડી રહ્યા છે. ભોગ બનનાર દીકરીને ન્યાય મળે તેના માટે અમે લડત શરૂ કરી રહ્યા છે. આ અંગે રેન્જ ભાવનગર રેન્જ આઈ.જી. આઈ. જી ને રજુઆત કરતા અમને આશા છે કે, ટૂંક સમયમાં જ આરોપીઓ અને ઝડપી સુરકા ગામની પાડશે અને સગીર ને ન્યાય
ગામમાં બનેલી ઘટનાને લઈને પોલીસ તંત્ર પણ ઝીણવટ ભરી તપાસ કરી રહી છે ત્યારે સુરત અને ભાવનગર ના પટેલ સમાજના અગ્રણી ના ડેલીગેશન ની સાથે વાતચીત કરી ભાવનગર રેન્જ આઈ.જી ગૌતમકુમાર પરમારે જેવ્યું હતું કે સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ શરૂ છે અને તેઓ પોતે મુલાકાત લઈને યોગ્ય તાપસ કરી પોલીસ કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

FB_IMG_1671473622462.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!