જામનગરના ભૂમાફીયા જયેશ પટેલને ભારત લાવવા અંગે સંભવત: ૩ માર્ચે, ૨૦૨૩ ના રોજ ચુકાદો

જામનગરના ભૂમાફીયા જયેશ પટેલને ભારત લાવવા અંગે સંભવત: ૩ માર્ચે, ૨૦૨૩ ના રોજ ચુકાદો…
• ૧૬ માર્ચ ૨૦૨૧ ના રોજ લંડનના સેટ્ટોન પ્લાઝા વિસ્તારમાંથી ધરપકડ બાદ જયેશ પટેલને બેલમાર્શ જેલમાં રખાયો છે.
જામનગરના ભૂમાફીયા અને ગેંગસ્ટર ‘જયેશ પટેલ’ ને ભારત પ્રત્યાર્પણ કરવાના કેસની સુનાવણી લંડનની વેસ્ટમીનસ્ટર મેજીસ્ટ્રેટની કોર્ટમાં પૂર્ણ થઈ ગઈ છે અને તેને ભારતને સોંપાશે કે કેમ તેનો ચૂકાદો આગામી ૩ માર્ચ ૨૦૨૩ ના રોજ આવવાની સંભાવના છે.
જામનગરમાં ભૂમાફીયા ગણાતા અને જમીન વ્યવહારોમાં હત્યાકાંડમાં સામેલ ૪૬ વર્ષીય જયેશ પટેલનું મૂળ નામ જયસુખ મુળજીભાઈ રાણપરીયા છે. બોગસ દસ્તાવેજોના આધારે બ્રિટન નાસી ગયા બાદ લંડનમાંથી ૧૬ માર્ચ ૨૦૨૧ ના રોજ પકડાયો હતો. ભારત સરકાર દ્વારા તેને ભારતને સોંપવાની માંગ કરવામાં આવી હતી અને તે બાદ તેને લંડનની જેલમાં રાખવામાં આવ્યો છે.
જામનગરના ૨૦૧૮ ના વકીલ કિરીટ જોશી હત્યાકેસમાં જયેશ પટેલ સૂત્રધાર છે. ઉપરાંત રાજયના હત્યાના પ્રયાસમાં ત્રણ ગુનામાં પણ તેમની સંડોવણી છે. એમ કહેવાય છે, કે તે વિદેશમાં રહીને ભારતમાં હત્યા કરાવતો હતો. વકીલ કિરીટ જોશી જયેશ પટેલની સામે ફરિયાદ કરનાર બિલ્ડરના વકીલ હતા અને ૨૦૧૮ માં કિરીટ જોશીની હત્યા થઈ હતી. ત્યારે આ કેસની હવે પછીની સુનાવણી આગામી ત્રીજી માર્ચે વેસ્ટમિનિસ્ટર અદાલતમાં થશે તેવી માહિતી મળી રહી છે.
પ્રત્યાર્પણ કેસની સુનાવણીમાં છેલ્લા દિવસે વિડીયો લીન્ક મારફત જયેશ પટેલને હાજર રાખવામાં આવ્યો હતો. ભારત સરકારના વકીલ કલેર ડોબીન ને અદાલતમાં એમ કહ્યું કે ભારત અને બ્રિટન વચ્ચેની સંધીને નિભાવવા અને જાહેર હિતમાં જયેશ પટેલના પ્રત્યાર્પણમાં ફેંસલો લેવામાં આવે. જયેશ પટેલ ના વકીલે એવી દલીલ કરી હતી કે દોષીત હોવાની લાગણીથી તેની માનસિક હાલત ખરાબ છે અને મગજ પરનો કાબુ ગુમાવી રહ્યા છે. ત્યારે આ કેસની હવે પછીની સુનાવણી આગામી ત્રીજી માર્ચે, ૨૦૨૩ ના રોજ વેસ્ટમિનિસ્ટર અદાલતમાં થશે તેવી માહિતી મળી રહી છે.
રિપોર્ટ : કપિલ મેઠવવાણી,જામનગર.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756