ઉપલેટા પોલીસ દ્વારા શંકાસ્પદ કેફી પ્રવાહીની બોટલોના વિશાળ જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડયા

ઉપલેટા શહેરના પાંજરાપોળ ચોક પાસે આવેલ “વિર પાન” નામની દુકાન તથા ખાખીજાળીયા રોડ ઉપર દ્વારકેશ એપાર્ટમેન્ટના ગોડાઉન (દુકાન) માંથી શંકાસ્પદ કેફી પ્રવાહીની બોટલોના વિશાળ જથ્થા સાથે બે ઇસમોને ઝડપી કાર્યવાહી કરતી ઉપલેટા પોલીસ
રાજકોટ રેન્જ રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી, જેતપુર વિભાગ, જેતપુરના શ્રી એ.આર.ડોડીયા સાહેબનાઓ તરફથી દારૂ જુગારની તથા નશાયુક્ત પદાર્થો/પ્રવાહીનું વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા આપેલ સુચના અન્વયે ઉપલેટા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટરશ્રી કે.કે.જાડેજા સાહેબનાઓએ મળેલ હકીકત આધારે પો.સ.ઇ. શ્રી કે.એસ ગરચર સાહેબ તથા પોલીસ સ્ટાફ સાથે પાંજરાપોળ રોડ ઉપર આવેલ “વીર પાન” નામની દુકાન તથા ખાખી જાળીયા રોડ ઉપર આવેલ દ્વારકેશ એપાર્ટમેન્ટમાં આવેલ ગોડાઉનમાં રેઇડ કરી ગેરકાયદેસર પાસ પરમીટ વગર કે સક્ષમ અધિકારીનું લાયસન્સ મેળવ્યા વગર લોકોના જાહેર આરોગ્યને નુકશાન કરે તેવા શંકાસ્પદ નશાકારક કેફી પીણાની બોટલોના વિશાળ જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરેલ છે.
જથ્થો રાખનાર ઇસમો:-
(૧) પારસ નિલેશભાઇ દેસાઇ
વિશાલ નિલેશભાઇ દેસાઇ
પકડાયેલ મુદ્દામાલ:-
(૧) ઉપલેટા પાંજરાપોળ ચોક પાસે આવેલ “વીર પાન” નામની દુકાનમાંથી “GAREGEM” ASAVA-ARISHTA, 400ml
ની શીલપેક બોટલ નંગ ૧૪ કી.રૂ. ૨,૦૮૬/-
(૨) ઉપલેટા દ્વારકેશ એપાર્ટમેન્ટમાં દુકાન (ગોડાઉન) માંથી તથા ટૂકમાં મંગાવેલ શંકાસ્પદ નશાકારક કેફી પીણું (૧) “GAREGEM” ASAVA-ARISHTA, 400ml ની કુલ બોટલ નંગ ૧૭૨૦ કી.રૂ. ૨,૫૬,૨૮૦/- (૨) ASHVASHAV 400ml ની કુલ બોટલ નંગ ૧૦,૮૫૦ કી.રૂ. ૧૬,૧૬,૬૫૦/- (3) KAL MEGHASAVA 400ml ની કુલ બોટલ નંગ ૧૦,૦૦૦ કી.રૂ.૧૪,૯૦,૦૦૦/- તથા અશોક લેલન કી.રૂ.૧૦,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૪૩,૬૫,૦૧૬/-
નો મુદ્દામાલ કબજે કરેલ છે.
રિપોર્ટ વિપુલ ધામેચા ઉપલેટા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756