માર મારી લુંટ કરનાર ઈસમને ઝડપી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

માર મારી લુંટ કરનાર ઈસમને ઝડપી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
Spread the love

સાવરકુંડલાથી અમરેલી જતા ઈસમને મોટર સાચકલમાં બેસાડી, રસ્તામાં માર મારી લુંટ કરનારઈસમને પકડી પાડી, લુંટનો ગુન્હો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ

મદનીંગ ગણપતીંગ રાજપુત, ઉ.વ.૩૮, રહે.મુળ બળકોચરા, તા.બિહાવર, જિ.અજમેર (રાજસ્થાન) હાલ રહે.ધજડી, તા.સાવરકુંડલા, જિ.અમરેલી વાળા ધજડી ગામથી પોતાના વતન રાજસ્થાન જવા માટે ગઇ તા.૨૧/૧૨/૨૦૨૨ ના રોજ નિકળેલ, તે વખતે કલાક ૧૦/૦૦ વાગ્યે સારવરકુંડલા પીકઅપ બસ સ્ટેન્ડથી એક ઇસમ મોટર સાયકલ લઈ આવી, મદનર્સીંગને અમરેલી જતા હોવાનું કહી, મોટર સાયકલમાં બેસાડી, ચરખડીયાથી આગળ નદીમાં મોટર સાયકલ ઉભું રાખી, મદનસીંગને મોટર સાયકલમાંથી નીચે ઉતારી, લાકડી વતી શરીરે આડેધડ માર મારી માથાના પાછળના ભાગે ઇજા કરી, મદનર્સીંગના પેન્ટના ખીસ્સામાંથી એક વીવો કંપનીનો મોબાઇલ ફોન કી.રૂ.૩૦૦૦/- તથા રોકડ રૂ.૧૫૦૦૦/- કાઢી લઇ ગુન્હો કરેલ હોય, જે અંગે મદનીંગ ગણપતસિંગ રાજપુત એ અજાણ્યા આરોપી વિરૂધ્ધ ફરિયાદ આપતા સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૨૨૨૦૯૧૯/ ૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૯૪, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો રજી. થયેલ.

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા ગંભીર અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ આ પ્રકારના ગંભીર અનડીટેક્ટ ગુન્હાના આરોપીને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી.ને માર્ગદર્શન આપેલ હતું.

અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ.એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.બી.ટીમ દ્વારા અનડીટેકટ લુંટના ગુનાના અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ કરવામાં આવેલ. શકદારોને ચેક કરવામાં આવેલ. આ ગુનાના ફરિયાદીની પુછપરછ કરી, આરોપીના વર્ણન અંગે માહિતી મેળવી, આવા વર્ણન વાળા ઇસમો અને આ પ્રકારના ગુનાઓ કરવાની એમ.ઓ. ધરાવતા આરોપીઓ અંગે તપાસ કરવામાં આવેલ, અનીટેક્ટ ગુનાના આરોપીને પકડી પાડવાના સઘન પ્રયાસો દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે સાવરકુંડલા, ખાતરવાડીએ આવેલ કાળ ભૈરવદાદાના મંદિરે એક ઇસમ ચોરી અથવા છળકપટથી મેળવેલ મોબાઇલ ફોન વેચવાની પેરવીમાં છે, તેવી હકીકત મળતાં તુર્ત જ એલ.સી.બી. દ્વારા મળેલ મળેલ બાતમી આધારે વર્ણન વાળા એક ઇસમને પકડી પાડી, તેમની અંગઝડતી કરતાં, તેમની પાસેથી લુંટનો મોબાઇલ ફોન મળી આવેલ. પકડાયેલ ઇસમની સઘન પુછપરછ કરતાં તેઓએ ઉપરોકત અનર્કીટેક્ટ ગુનાને અંજામ આપેલ હોવાની ચોંકાવનારી કબુલાત આપેલ હતી.

પકડાયેલ આરોપીની વિગતઃ-

મુકેશ ભુપતભાઇ ચોરાલા, ઉ.વ.૩૦, રહે.આદસંગ ગામની સીમ, તા.સાવરકુંડલા, જિ.અમરેલી, મુળ રહે. બગસરા, અમરેલી રોડ, બાયપાસ પાસે તા.બગસરા, જિ.અમરેલી.

પકડાયેલ મુદ્દામાલઃ-

એક વીવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિં.રૂ.૩,૦૦૦/- તથા રોકડા રૂ.૫૦૦/- તથા મોટર સાયકલ – ૧ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૧૩,૫૦૦/- નો મુદ્દામાલ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. જીગ્નેશભાઇ અમરેલીયા, યુવરાજસિંહ રાઠોડ, ઘનશ્યામભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ છે.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20221227-WA0036-0.jpg IMG-20221227-WA0000-1.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!