વડ અને રબારિકા ખાતે “બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિ” પરિસંવાદ યોજાયો

વડ અને રબારિકા ખાતે “બાગાયતી પાકોમાં
પ્રાકૃતિક કૃષિ” પરિસંવાદ યોજાયો
બાગાયતી ખેતીમાં પ્રાકૃતિક ખેતીના ઉપયોગિતા મૂલ્ય
વિશે ખેડૂતોને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યા
બાગાયત ખાતાની વિવિધ યોજનાકીય સહાયની
વિગતો મેળવવા બાગાયત ભવનનો સંપર્ક કરવો
અમરેલી : અમરેલી જિલ્લા બાગાયત કચેરી દ્વારા જિલ્લાના રાજુલા તાલુકાના વડ અને ખાંભાના રબારિકા ખાતે “બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિ” પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ખેડુત દિવસ નિમિત્તે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં ખેડુતોએ ઉત્સાહપૂર્વક લાભ લીધો હતો. બાગાયતી ખેતીમાં પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખેતીના ઉપયોગિતા મૂલ્ય વિશે ખેડૂતોને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ખેડુતોને બાગાયત ખાતાની વિવિધ યોજનાકીય સહાય વિશે પણ માહિતી આપવામાં આવી. ખેતીવાડી વિભાગ, લીડ બેંક તેમજ સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે વિગતવાર માહિતીનું આદાન-પ્રદાન કરવામાં આવ્યુ. કાર્યક્રમના અંતે ”એક શરુઆત પોતાનાથી” નારા સાથે કાર્યક્રમને સાર્થક બનાવવામાં આવ્યો હતો.
બાગાયત ખાતાની વિવિધ યોજનાકીય સહાય અને તેની વિગતો મેળવવા માટે નાયબ બાગાયત નિયામકશ્રી, બાગાયત ભવન, સરદાર ચોક, ચક્કરગઢ રોડ, અમરેલી (૦૨૭૯૨) ૨૨૩૮૪૪ સંપર્ક કરવો, તેમ નાયબ બાગાયત નિયામકશ્રીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756