રાજકોટના કવિ, લેખક ભૂષિત શુક્લને ‘અતુલ્ય વારસો – 2022’ એવોર્ડથી સન્માનિત કરાયા

રાજકોટના કવિ, લેખક ભૂષિત શુક્લને ‘અતુલ્ય વારસો – 2022’ એવોર્ડથી સન્માનિત કરાયા
Spread the love

રાજકોટમાં સ્થાયી ભૂષિત શુક્લ નાનપણથી જ વાંચન અને લેખનનો શોખ ધરાવે છે. તેઓ ગુજરાતી ગઝલ,ગીત, અછાંદસ, હાઇકુ તેમજ મુક્તક લખે છે. તેમણે વિવિધ આર્ટિકલ્સ અને નવલિકાઓ પણ લખી છે. ભૂષિતભાઈએ અત્યાર સુધી 150 ગઝલો, 25 ગીત તથા ગરબા અને હાઈકુ અને મુક્તક પણ લખ્યા છે. તેમને પોતાના જીવનકાળ દરમિયાન અનેકો સન્માનોથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને ગુજરાતી મેળો ગૃપ તરફથી અભિવાદન પત્ર, બૃહસ્પતિ કાવ્ય ધારા તરફથી સ્મૃતિ ચિન્હ ટ્રોફી, સાહિત્ય પરિવાર એક મંચ તરફથી વિવિધ સન્માન પત્રો, ગુજરાતી લીટરેચર ફેસ્ટિવલમાં પ્રમાણપત્ર, શબ્દોની હરિફાઈ ગૃપ તરફથી સાહિત્ય રત્ન એવોર્ડ, સ્ટોરી શણગાર તરફથી સન્માન પત્ર,  જ્ઞાતિ પત્રિકામાં ‘કલમ કડછી બરછી’, ન્યુઝ ઓફ ગાંધીનગર (જન ફરિયાદ) ગુજરાત સમાચાર જેવી માસિક પત્રિકાઓમાં તેમજ વતનની વાત, બનાસ બચાવો, શબ્દ શણગાર, નાગર સેતુ, સમન્વિત ઈ મેગેઝિનમાં તેમની વિવિધ કૃતિઓ પ્રકાશિત થાય છે. દિપોત્સવી અંકમાં સંગાથ, એક રાધા શ્યામ સી, ગુજરાતી લીટરેચર ફેસ્ટિવલ પુસ્તકમાં પ્રતિબિંબ જેવી વિવિધ કૃતિઓ પ્રકાશિત થઇ. ગુજરાતી અર્બન ફિલ્મો તપ અને પરફેક્ટ સેલ્ફીમાં વિવિધ ગીતો લખ્યા.

તાજેતરમાં ગાંધીનગર ખાતે ‘હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રીસર્ચ સેન્ટર’ દ્વારા આયોજીત ‘અતુલ્ય વારસો એવોર્ડ – 2022’ નું સુંદર આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ભૂષિત શુક્લને કલા,સાહીત્ય,સંસ્કૃતિ,ઇતિહાસ વગેરે ક્ષેત્રમાંથી શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ તેમને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. જેનું આયોજન અતુલ્ય વારસોનાં સ્થાપક તેમજ એડિટર શ્રી કપિલભાઇ ઠાકર તથા તેમની સમગ્ર ટીમે કર્યું હતું. ગાંધીનગર ખાતે યોજાયેલ ‘હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રીસર્ચ સેન્ટર’ દ્વારા આયોજીત ‘અતુલ્ય વારસો એવોર્ડ – 2022’ માં મુખ્ય અતિથિ પદે સામાજિક કાર્યકર્તા અનારબેન પટેલ, લેખક અને ચિંતક કિશોરભાઈ મકવાણા, ગુજરાત સાહિત્ય અકાદમીનાં ડો. જયેન્દ્રસિંહ જાદવ, હેરિટેજ પ્રવાસન સમિતિ સભ્ય પૂંજાબાપુ વાળા  તેમજ પર્યાવરણ વિદ મનીષભાઈ વૈદ્ય ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સાહીત્ય ક્ષેત્રે ગુજરાત સાહિત્ય અકાદમીનાં ડો. જયેન્દ્રસિંહ જાદવ હસ્તે  રાજકોટનાં ભૂષિત શુક્લ ને અતુલ્ય વારસો એવોર્ડ – 2022 તથા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!