મોરબી ના માળિયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે યુવાનની તીક્ષણ હથિયારના ઘા ઝીકી હત્યા

મોરબી ના માળિયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે યુવાનની તીક્ષણ હથિયારના ઘા ઝીકી હત્યા
મોરબી : માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે અજાણ્યા શખ્સો દ્વારા યુવાનની તીક્ષણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી નાખવામાં આવતા સનસનાટી મચી જવા પામી છે, હત્યાના બનાવની જાણ થતા જ માળીયા પોલીસ કાફલો બનાવ સ્થળે રવાના થયો છે.
માળીયા મિયાણા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ મોટા દહીંસરા ગામના સરપંચ જસાભાઈ ચંદુભાઈ ડાંગર દ્વારા જિલ્લા પોલીસ કંટ્રોલમાં જાણ કરતા આજે સવારે નવલખી રોડ,નર્સરી સામે રામાપીરના મંદિર નજીક તીક્ષણ હથિયારના ઘા ઝીકી કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખી હોવાની જાણ કરતા માળીયા પોલીસ કાફલો હાલ ઘટનાસ્થળે પહોંચી ગયો છે. વધુમાં બનાવ અંગે માળીયા પોલીસને જાણ કરતા ઇન્ચાર્જ પીએસઆઇ ધાંધલ સહિતનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયા હતા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300