વાંસદા તાલુકાના કુરેલીયા ગામએ વીજકંપની ની ગંભીર બેદરકારી આવી સામે.

વાંસદા તાલુકાના કુરેલીયા ગામએ વીજકંપની ની ગંભીર બેદરકારી આવી સામે.
દક્ષિણ ગુજરાત વીજ કંપની એક બાજુ ઘરે ઘર સ્માર્ટ મીટર મુકવાની વાતો કરે છે પણ એમના વીજપોલ ની હાલત દયનીય
વાંસદા તાલુકાના કુરેલીયા ગામ ખાતે આવે આ વીજપોલ કોઈ મોટા અકસ્માત ની રાહ જોઈ રહ્યો હોય એમ લાગી રહ્યું છે.DGVCL દ્વારા મેન્ટેનન્સ નાં નામે કાપો મૂકવામાં આવે છે પણ આ વીજ પોલ ને જોતાં એમના કર્મચારીઓ ફક્ત મેન્ટેનન્સ નાં નામ દેખાડો કરતાં હોઇ એમ લાગી રહ્યું છે. આ વીજપોલ જ્યાં નમેલી હાલતમાં છે ત્યાં બાજુમાં જ ગામના બાળકો અને યુવાનો ક્રિકેટની રમત પણ રમે છે ત્યારે કોઈ મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ વાંસદા તાલુકામાં આવા અનેક વીજપોલ નમેલી હાલતમાં જાણે અકસ્માતને રાહ જોઈને બેઠા હોય એમ નજરે પડે છે ત્યારે શું DGVCL નાં કર્મચારીઓ પોતાની આરસ ખંખેરી આ વીજપોલને યોગ્ય મરમત કયારે કરશે? તાલુકામાં અનેક જગ્યાઓ પર ટ્રાન્સફોરમર ગંભીર હાલત માં જોવા મળે છે. અત્યારે કોઈ મોટો અક્સ્માત થશે તો જવાબદાર કોણ? વાંસદા તાલુકાના અંતરિયાળ ગામોમાં વીજ કંપની ની આવી લાલિયા વાડી ક્યાં સુધી? મેન્ટેનન્સના નામે વીજકાપ મૂકવામાં આવે છે તો એ શા માટે જ્યારે વીજ પોલો આવી હાલતમાં હોય તો ત્યારે જોવાનું એ રહ્યો કે અધિકારીઓ પોતાની આરસ ખંખેરી ક્યારે કામે લાગશે એ જોવાનું રહ્યો.
રિપોર્ટ : પ્રણવસિંહ પરમાર
ચીખલી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300