શિશુવિહાર પ્રાંગણમાં માતૃભાષામાં શિક્ષણ વધુ સરળ અને રસપ્રદ બને તે આશયથી એક દિવસિય પરિસંવાદ યોજાયો
શિશુવિહાર પ્રાંગણમાં માતૃભાષામાં શિક્ષણ વધુ સરળ અને રસપ્રદ બને તે આશયથી એક દિવસિય પરિસંવાદ યોજાઈ ગયો
ભાવનગર માતૃભાષામાં શિક્ષણ વધુ સરળ અને રસપ્રદ બને તે આશયથી જી.સી. ઈ.આર.ટી. સંકલિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વિભાગ દ્વારા શિશુવિહાર પ્રાંગણમાં એક દિવસિય પરિ સંવાદ યોજાઈ ગયો માતૃભાષા જાગૃતતા વિષય એ 200 થી વધુ ભાષા શિક્ષકોની સ્થિતિમાં યોજાયેલ પરિસંવાદમાં ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનના અધ્યક્ષ ડોક્ટર અરવિંદભાઈ ભંડારી , જાણીતા ભાષાવિદ ડોક્ટર ઉમાકાંત રાજ્યગુરુ તથા પાઠ્યપુસ્તક લેખક અને સમીક્ષક ડોક્ટર બળવંતભાઈ તેજાણીએ શિક્ષકોને માર્ગ માર્ગદર્શન આપ્યું હતું તા.6 જાન્યુઆરીએ યોજાયેલ પરિ સંવાદનું સંકલન ડોક્ટર નલિનભાઈ પંડિત તથા ડાયટ ના પ્રાચાર્ય શ્રી હિરેનભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું…. કાર્યક્રમના પ્રારંભે શિશુવિહાર સંસ્થા તરફથી સૌનું અભિવાદન કરવામાં આવ્યું હતું …ભાવનગરની શિક્ષણ ભૂમિ ઉપર યોજાયેલ ઇતિહાસિક ગોષ્ઠિમાં ગુજરાતી ભાષા કોષ વિશે એ પણ વિગતે ચર્ચા થઈ હતી જે નવી શિક્ષણનીતિ ના સંકલનમાં નીતિવિષયક બની રહેશે………
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300