દેરડી જાનબાઈ પ્રાથમિક શાળામાં શિક્ષણાધિકારી અધેરા ની અધ્યક્ષતા માં ૧૧૩ માં શાળા સ્થાપના દિનની ઉજવણી

દેરડી જાનબાઈ પ્રાથમિક શાળામાં શિક્ષણાધિકારી અધેરા ની અધ્યક્ષતા માં ૧૧૩ માં શાળા સ્થાપના દિનની ઉજવણી
Spread the love

લાઠી તાલુકાની દેરડી જાનબાઈ પ્રાથમિક શાળામાં શિક્ષણાધિકારી અધેરા ની અધ્યક્ષતા માં ૧૧૩ માં શાળા સ્થાપના દિનની રંગારંગ ઉજવણી

લાઠી દેરડી(જાનબાઈ) લાઠી તાલુકાની દેરડી જાનબાઈ પ્રાથમિક શાળામાં શિક્ષણાધિકારી અધેરા ની અધ્યક્ષતા માં ૧૧૩ માં શાળા સ્થાપના દિનની રંગારંગ ઉજવણી શ્રીમાન માનનીય તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ શ્રી ગોપાલભાઈ અઘેરાના અધ્યક્ષ સ્થાને શ્રીમાન બીઆરસી કો-ઓ-પ્રતિનિધિ વત્સલભાઈ ચૌધરી સરકારી હાઇસ્કુલ દેરડી જાનબાઈના શ્રી નિરવભાઈ કારિયાસાહેબ, દેરડી જાનબાઈ ગામના સરપંચ શ્રીમતી વિલાસબેન રાઠોડ, એસ.એમ.સી અધ્યક્ષ શ્રીમતી રેખાબેન ગોલાણી, દેરડી સબ સેન્ટર ડોક્ટર શ્રી ગૌતમભાઈ બોરડ સાહેબ, દેરડી ઉપસરપંચ શ્રી દેવચંદભાઈ ગાંભવા તેમજ ગ્રામ પંચાયતના સર્વો સભ્યોની પ્રેરક ઉપસ્થિતિમાં શાળાના બાળકો દ્વારા અદભુત કાર્યક્રમની રંગારંગ ઉજવણી કરવામાં આવી.જાનબાઈ માતાના અલૌકિક ધામમાં શાળાના બાળકો દ્વારા વૈવિધ્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત કરવામાં આવી હતી. દેરડી ગામના શિક્ષણ પ્રેમી વાલીઓ દ્વારા બાળકોને ખૂબ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. બહારથી પધારેલા મહેમાનો દ્વારા ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરવામાં આવી હતી.
ધોરણ ૧ થી ૧૦ પ્રથમ, દ્વિતીય તેમજ તૃતીય નંબરે આવેલ વિધાર્થીઓને શાળાના દાતા ઉ.શિ શ્રી પંકજભાઈ ત્રિવેદી દ્વારા શિલ્ડ એનાયત કરવામા આવેલ,અને મહેમાનો દ્વારા વિધાર્થીઓને સન્માનિત કરેલ.ત્યારબાદ શાળા સફરથી લઈ તાલુકા/જિલ્લાની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ અગ્રિમ સિદ્ધિ મેળવેલ બાળકોને “પ્રમાણપત્ર” આપી સન્માનિત કરી પ્રોત્સાહિત કરેલ..શાળા પરિવાર આચાર્યશ્રી અલગોતર સાહેબ, દિલીપભાઈ,કાર્તિકભાઈ, ડાહ્યાભાઈ,અરુણાબહેન, શારદાબેન,ભારતીબેન , હંસાબેન તેમજ વિપુલભાઈ,દિપાબેન સર્વોએ જહેમત ઉઠાવેલ.સમગ્ર કાર્યક્રમનું પ્રસિદ્ધ સંચાલક મહેશભાઈ મોટકા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે આભાર વિધિ ઉ.શિ. શ્રી ચંદ્રકાંતભાઈ પંચાલે કરેલ હતી.તમામ મહેમાનો તથા અધિકારીશ્રીઓ દ્વારા શાળાના શિક્ષકો તથા બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ હતા.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20230106-WA0007.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!