અહિંસા મહાસંઘ દ્વારા ચાઇનીઝ માંજા તથા કાચ પાયેલી સિન્થેટીક દોરીનાં વેંચાણ અંગે પ્રતિબંધ ફરમાવવા કરેલ  હાઈકોર્ટમાં PIL

અહિંસા મહાસંઘ દ્વારા ચાઇનીઝ માંજા તથા કાચ પાયેલી સિન્થેટીક દોરીનાં વેંચાણ અંગે પ્રતિબંધ ફરમાવવા કરેલ  હાઈકોર્ટમાં PIL
Spread the love

અહિંસા મહાસંઘ, પર્યાવરણ મિત્ર, એનિમલ વેલ્ફેર ફાઉન્ડેશનનાં ટ્રસ્ટી, પંકજભાઈ બુચ એ કરેલ WPPIL No. 6/2017 માં નામદાર ગુજરાત હાઈકોર્ટે પોતાના તા. 13.01.2017 નાં હુકમનું સમગ્ર રાજયમાં પાલન કરવા શું એક્શન પ્લાન બનાવ્યો છે તેની વિગતો રજૂ કરવા આદેશ આપેલ છે. વર્ષ 2017 માં આ રિટ પિટિશનમાં ગુજરાત હાઈકોર્ટે એવું તારણ આપેલ કે ચાઇનીઝ માંજા તથા કાચ પાયેલી સિન્થેટીક દોરી ઘણી નુકસાનકારક છે અને જાહેર હિત જોતાં તેના વપરાશની મંજૂરી આપી શકાય નહીં. તેથી તે સમયે નામદાર હાઈકોર્ટે એવો હુકમ કરેલ કે રાજ્ય સરકાર તથા તેના તાબાના સત્તાવાળાઓએ ઉત્તરાયણ સમયે વપરાતા ચાઇનીઝ તુક્કલનો વપરાશ અટકાવવા તમામ પગલાં લેવા, ચાઇનીઝ માંજો અને કાચ પાયેલી સિન્થેટીક દોરીઓનું ઉત્તપાદન, કબજો અને વપરાશ અટકાવવા તમામ પગલાં લેવા. આ અંગેના પોલીસ કમિશનર કે કલેકટરનાં જાહેરનામાઓનો અમલ થાય તે માટે તમામ પગલાં લેવા, નાગરિકોમાં આ કાયદા અને પ્રતિબંધ અંગે જાગૃતિ આવે તે માટે પ્રિન્ટ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયાનો સરકારે ઉપયોગ કરવો અને આવી વસ્તુઓ વેંચનાર અને કબજામાં રાખનાર સામે પગલાં લેવા.તાજેતરમાં અરજદારે પરચુરણ અરજી દાખલ કરી નામદાર કોર્ટના ધ્યાને છેલ્લા વર્ષોમાં જે પક્ષીઓ અને નાગરિકોને આવા દોરાથી ઇજા થઈ કે મૃત્યુ પામ્યા તેની વિગતો જણાવેલ અને ખુલ્લેઆમ કાચ પાયેલી દોરી વેચાતી હોવાના પ્રેસ કટિંગ અને ફોટા રજૂ કરેલ. અરજદારે સાથોસાથ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો પણ Original application No. 384/2016 માં થયેલ હુકમ રજૂ કરેલ જેમાં ટ્રિબ્યુનલે દેશના તમામ રાજ્યોને, ચીફ સેક્રેટરીને, જિલ્લા કલેક્ટરોને આદેશ આપેલ કે આવા પ્રકારના માંજાના પ્રતિબંધનો અમલ થાય અને આવા માંજાની ખરીદી, વેચાણ અને વપરાશ બંધ થાય તેવા કડક પગલાં લેવા અને તેના ભંગ બદલ પર્યાવરણ સુરક્ષા કાયદો, પ્રાણી અત્યાચાર નિવારણ કાયદો, વન્ય પ્રાણી સંરક્ષણ કાયદો, ભારતીય ફોજદારી ધારો તથા અન્ય કાયદાઓ હેઠળ કાયદેસર પગલાં લેવા. તે સંજોગોમાં નામદાર હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એ.જે. શાસ્ત્રીની ખંડપીઠે સરકારને આદેશ કરેલ કે આ હુકમોનું પાલન સરકાર કઈ રીતે કરવા માંગે છે તેની વિગતો કોર્ટમાં રજૂ કરે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

images-3-1.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!