એન્કરવાલા અહિંસાધામનાં 32 વર્ષ થતાં કચ્છ ખાતે બે દિવસીય જીવદયા યજ્ઞનું આયોજન

એન્કરવાલા અહિંસાધામનાં 32 વર્ષ થતાં કચ્છ ખાતે બે દિવસીય જીવદયા યજ્ઞનું આયોજન
આ બે દિવસીય સંપૂર્ણ કાર્યક્રમના સૌજન્ય શ્રીમતી મંજુલાબેન સંગોઈ ચેરિટેબલ ટ્રસ્ટ (વિલેપાર્લા) , શ્રી શાંતિલાલ પટેલ (રુડાણી) , ગુરુકૃપા કન્સ્ટ્રક્શન (બોરીવલી- કોડાઈ) છે.
વર્ષ ૧૯૯૦માં જાદવજી રવજી ગંગરની પ્રેરણાથી એન્કરવાલા અહિંસા ધામ હાલમાં ૪૯૦૦ પશુ પક્ષીઓને આશ્રય આપનારી આ સંસ્થા સમગ્ર વિશ્વમાં ‘ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર’ તરીકેની ખ્યાતિ મેળવી છે. આ સંસ્થા પાંચ એકરની વિશાળ જગ્યામાં ફેલાયેલી છે. સંસ્થાના મુખ્ય બે કૅમ્પસ રહેલા છે, અહિંસાધામ વેટરનરી હોસ્પિટલ (સંકુલ) અને અહિંસા ધામ નંદી સરોવર. અહિંસાધામ નંદી સરોવર એ પશુ પક્ષીની રોજીંદી પાણીની જરૂરિયાતને સંતોષવા બનાવવામાં આવેલું માનવસર્જિત સરોવર છે. આ સંસ્થાના સંકુલમાં મ્યુઝીયમ, મિનિ થિએટર, ઓડિટોરિયમ, ગોપાલ સ્મૃતિમંદિર, ICU યુનિટ, દાજેલા પશુઓ માટે બર્ન વિભાગ, બાલવાટિકા, સાધુ સાધ્વી માટે ઉપાશ્રય, અંધ પશુઓ માટે આશ્રય જેવા વિભાગો આવેલા છે. અહિંસા ધામ સંસ્થાને વર્ષ 2008માં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે ‘મહાવીર જીવદયા ઍવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો તેમજ વર્ષ 2011માં શ્રીમતી સ્મૃતિ ઈરાનીનાં હસ્તે ‘સ્વર્ણિમ ગુજરાત એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો. એન્કરવાલા અહિંસાધામ ખાતે સંસ્થાને 32 વર્ષ થતાં, બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય કાર્યક્રમનું આયોજન તા.07/01/2023, શનિવાર અને તા.08/01/2023, રવિવારનાં રોજ સવારે 9-30 કલાકથી એન્કરવાલા અહિંસાધામ , પ્રગપુર રોડ જંકશન, તા. મુંદ્રા , કચ્છ ખાતે કરવામાં આવ્યું છે. શનિવાર તા. 07/01/2023 સવારે 9-30 કલાકે એન્કરવાલા અહિંસાધામ સંકૂલ ખાતે સંસ્થા પરિચય તેમજ વૃક્ષ, પક્ષી , પર્યાવરણ પર વક્તવ્ય આપવામાં આવશે. સોલાર પ્લાન્ટનું ઉદ્ઘાટન અધેન્દૃ જૈન (સી. ઇ. ઓ. – ડી. પી.વર્લ્ડ – મુંદ્રા) દ્વારા કરવામાં આવશે. સ્વામિનારાયણ મંદિરનાં સંત તેમજ બ્રમહકુમારીઝ (મુંદ્રા શાખા) દ્વારા આશીર્વચન આપવામાં આવશે. આ કાર્યક્રમમાં વક્તા તરીકે જયેશભાઈ લાલકા (કચ્છ ફોડર – ફ્રૂટ તથા ફોરેસ્ટ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ) , કમલેન્દુ ભક્ત (ડીપ્ટી સી. ઇ. ઓ. – માંડવી ) , ગૌવિજ્ઞાની પૂ. ગુરુવર્યા શ્રી ડૉ. દેવરક્ષિતાજી મ્. સા. , શ્રમતી શિવાલી મિગલાની – વૈદિક પર્યાવરણવિદ ઉપસ્થિત રહેશે. સમારોહનાં પ્રમુખ તરીકે સી. એ. શ્રી મહેન્દ્રભાઇ તુરખિયા (જુહુ) તેમજ મુખ્ય અતિથિ તરીકે અનિરુધ્ધભાઈ દવે (ધારાસભ્ય – મુંદ્રા – માંડવી) ઉપસ્થિત રહેશે. બપોરે 2-30 કલાકે નંદી સરોવર ખાતે પાંચ લાખ દેશી વૃક્ષોનું વૃક્ષારોપણ કરવાનો સંકલ્પ કરવામાં આવશે. આ સમારોહનાં પ્રમુખ તરીકે સંજયભાઈ ભોંસલે – શ્વેતદિપ દાસ (ઉપાધ્યક્ષ – ઇસ્કોન મંદિર , પૂના) ઉપસ્થિત રહેશે. આ સમારોહનાં વક્તા તરીકે પ્રાણજીવનભાઈ કાલરીયા (ગાય અને વૃક્ષ વિશેષજ્ઞ – લેખક) , ઉમેશભાઈ થાનકી (ભારતની સમૃદ્ધ વનસ્પતિ વિરાસત – જામનગર) , પ્રતાપભાઈ અમૃતલાલ સેવક (સેવાનિવૃતિ શિક્ષણ અધિકારી/ પર્યાવરણ પક્ષી વિશેષજ્ઞ) ઉપસ્થિત રહેશે. સાંજે 8 કલાકથી એન્કરવાલા અહિંસાધામ સંકૂલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં “જીવન એક ઉત્સવ” ગીત સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઇલા અમરીશ શાહ (હાલાપુર) અને સાથી વૃંદ પોતાના સૂર સાથે લોકોને રસતરબોળ કરશે. આ કાર્યક્રમના અતિથી વિશેષ તરીકે બિન્દ્રા અનિષભાઈ ગણાત્રા (કોર્પોરેટર) , ગિરીશભાઈ ભેદા (કચ્છી જૈન ફાઉન્ડેશન) , વાલજીભાઇ મીઠાભાઈ વિરડીયા (સમન્વય એજ્યુકેશન વેલ્ફેર ટ્રસ્ટ- સુરત) ઉપસ્થિત રહેશે. તા.08/1/2023, રવિવારનાં રોજ એન્કરવાલા અહિંસાધામ સંકૂલ ખાતે સવારે 9-30 કલાકે હોસ્પિટલ ઉપગ્રેડ માટેનાં દાતાઓનું સન્માન તેમજ નવા આઇસીયુ પાસેના ગેટનું ઉદ્ઘાટન જયંતભાઈ શામજીભાઇ છેડા પરિવાર દ્વારા કરવામાં આવશે. તેમજ સમારોહનાં અધ્યક્ષ તરીકે જયંતભાઈ શામજીભાઇ છેડા (પિન્સ પાઈપસ – દાદર/ડોણ ) ઉપસ્થિત રહેશે. પ્રો. હિતેશભાઈ જાની- આયુર્વેદાચાર્ય તથા વી. ડી. બાલા સાહેબ વ્યક્ત ત્તરીકે ઉપસ્થિત રહેશે. આ સમારોહનાં અતિથિ વિશેષ તરીકે અધેનદૃ જૈન (મુંદ્રા) , પારસમલજી જૈન (પ્રમુખ – s.e.z.) , કુંવરજી નાંદરાની (મોમ્બાસા) , ડૉ. નીલમ ગોયલ (જયપુર) , બ્રમ્હાકુમારી કિંજલબેન (રાજયોગ શિક્ષક) , ડૉ. વાંગે એચ. એમ. (પૂના) , CA પુરુષોત્તમલાલ ચતુર્વેદી , દેવેન્દ્ર રાયપલ્લી (સંસ્થાપક/ અધ્યક્ષ – PYAAR FOUNDATION (ચંદ્રાપુર) ઉપસ્થિત રહેશે. અહિંસા પુરસ્કાર ધર્મેન્દ્રભાઈ ફોફાની (ડીસા) , પ્રો. ડૉ. હિતેશભાઈ જાની (આયુર્વેદાચાર્ય) , જયેશભાઈ લાલકા (કચ્છ ફોડર – ફ્રૂટ એન્ડ ફોરેસ્ટ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ)ને એનાયત કરવામાં આવશે. જીવદયાનાં આ બે દિવસીય અહિંસા યજ્ઞમાં પંકતીબેન શાહ (મુંદ્રા) , જિગરભાઈ છેડા (અધ્યક્ષ -કે. વી. ઓ. જૈન મહાજન ભુજ) , કનૈયાલાલ ખંડેલવાલ (મારવાડ ચેતના) , સંજયભાઇ કોઠારી (જીવદયા મંડલી) , શૈલેન્દ્ર ઘીયા (જૈન મિત્ર) , વસંતભાઇ ગલિયા(સમાજસેવી) , પંકજભાઈ શાહ (જીવદયા પ્રેમી) , તુષારભાઈ ઠક્કર (તુષાર ફેબ્રિક્સ પ્રા. લી.) , યામિની પવાર (પર્યાવરણ વિજ્ઞાન) , મેઘજીભાઈ હિરાણી (નીલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર) , મણિલાલ પોકર (જીવદયા પ્રેમી) , હરખચંદભાઈ સાવલા (જીવંતજ્યોત કૅન્સર રિલીફ કેર ટ્રસ્ટ) , મિલનભાઈ ગાલા (ધરતી ગ્રુપ) , હાર્દિકભાઈ હૂંડિયા (પત્રકાર) , હિતેશભાઈ શાહ (માંગરોળ) , નિખિલભાઈ તારકસ (ટ્રસ્ટી- જન સેવા ચેરીટીઝ બજાજ ગ્રુપ) , તરુણભાઈ ગાલા (ગૌ શાળા એપ્લિકેશન) , રાજેનભાઈ શાંતિલાલ શાહ (ગ્રેટ એસ્કેપ વૉટરપાર્ક) , મહેન્દ્રભાઇ શાહ (પાલઘર અભય જીવદયા ટ્રસ્ટ ) , હરિલાલ સોની (જ્વેલર્સ) ઉપસ્થિત રહેશે. સંસ્થાને આદિજીન યુવક મંડળ તેમજ inner wheel club of bhujનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો છે. આ બે દિવસીય સંપૂર્ણ કાર્યક્રમના સૌજન્ય દાતા શ્રીમતી મંજુલાબેન સંગોઈ ચેરિટેબલ ટ્રસ્ટ – વિલેપાર્લા , શાંતિલાલ રતનશી પટેલ (રુડાણી) ગુરુકૃપા કન્સ્ટ્રક્શન કંપની (બોરિવલી – કોડાય) છે. આ વર્ષના સંસ્થાનાં દાતા તેમજ શુભેચ્છક, કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર (લંડન) , રાજયોગીની બ્રમહકુમારી સુશીલાદીદી (મુંદ્રા) , ભરતભાઈ વેદ (ગોકુલદાસ મથુરાદાસ ખીમજી મસ્તકવાલા ચેરી. ટ્રસ્ટ), શિવભદ્ર જાડેજા (મેનેજર – ડીપી વર્લ્ડ) , વરુણ શર્મા (એડમીન – ડીપી વર્લ્ડ). સુરેશભાઇ સાવલા (પાલઘર ગૌશાળા ) , કનૈયાલાલ જોશી (પત્રકાર) , સુનિલ સૂર્યવંશી (ગૌશાળા સમિતિ સદસ્ય) , મનીશભાઈ પુરોહિત (પથમેડા ગૌશાળા), ભવિકાબેન પંડયા (જય એકેડેમી) , તુલસીદાસ જોશી (જીવદયા પ્રેમી ) , નવીનભાઈ ઐયા (જીવદયા પ્રેમી) , રાજેશભાઇ ચંદન (આશાપુરા ડિસ્ટ્રિબ્યુશન) , રોહિતભાઈ શાહ (કાજલ પ્રોવિઝન સ્ટોર ) , વિજયભાઇ વરુડકર (csr અને ગૌ સંવર્ધન મહાસંઘ) , કલ્પેશભાઈ આહુજા (સેવા સર્વોપરી), શામજીભાઇ ઘોઘૂ , સચિનભાઈ ચુનીલાલ ગણાત્રા (શ્રીજી ફોનજોન) , વસંતભાઇ પટેલ (હવાઈ) , કિશનભાઈ ગઢવી (આચાર્ય – સંદીપની વિદ્યાલય) , વાડીલાલભાઈ સાવલા (સમાજસેવક), ભરતભાઈ શાહ (ગોપી મેડિકલ) , હિતેન્દ્ર વ્યાસ (વૃક્ષ પ્રેમી) , જાદવા સેંઘાણી (બજરંગી રોડવેઝ) , રાવજીભાઈ આહીર (જીવદયા પ્રેમી) , નાન્હાલાલ દોશી (નવપદ ટ્રેડર્સ) , સોનલબેન ગોયલ (ગોપાલ ગીર ગૌશાળા ) , રાજશક્તિ ગ્રુપ (ગૌ આધારિત ખેતી) છે. આ કાર્યક્રમની વિશેષ માહિતી મેળવવા માટે મહેન્દ્રભાઈ સંગોઈ (મો. 9821151364) , હરેશભાઈ વોરા (મો. 9821160529) , અમૃતભાઈ છેડા (મો. 9892561968) , મૂલચંદભાઈ છેડા (મો. 9821911299) , મણીલાલ ગાલા (9821166060) , કિરીટ સાવલા (9861651965) , નીતિન શાહ (9820170131), નરેશ છેડા (9833883836) નો સંપર્ક કરવા ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા અહિંસાધામની યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300