દામનગર મિત્ર મંડળ નું મુંબઈ ખાતે સ્નેહ મિલન યોજાયું “સંતાનો ને ભેટ સોગાદ માં ઉત્સાહ આપો

દામનગર મિત્ર મંડળ નું મુંબઈ ખાતે સ્નેહ મિલન યોજાયું “સંતાનો ને ભેટ સોગાદ માં ઉત્સાહ આપો”
દામનગર મિત્ર મંડળ નું મુંબઈ ખાતે સ્નેહ મિલન યોજાયું ગયું વ્યક્તિ ગમે એટલો વિસ્તરે વિકસે પણ તે ક્યારેય વતન ને વિસરી શકતો નથી માદરે વતન દામનગર થી દુરસદુર હોવા છતાં વતન પ્રેમ કુટુંબ ભાવના પરસ્પર ભાતૃપ્રેમ ની મિસાલ આપતું અદભુત સ્નેહ મિલન યોજાયું “આવો હળી એ મળી એ” ના શીર્ષક હેઠળ મુંબઈ બોરીવલી ખાતે દામનગર મિત્ર મંડળ ના સ્નેહ મિલન મદ્રાસ કાઠિયાવાડ સુરત અમદાવાદ થી મિત્ર મંડળ ના સભ્યો એકત્રિત થયા સ્નેહ મિલન સુંદર પ્રાર્થના થી પ્રારંભ થઈ વેલકમ ડ્રીંક સાથે સ્વાગત ગીત ગાયત્રી મંત્ર નું પઠન કરી ને કરાયો હતો જુના ફિલ્મી ગીતો ઉપર આબાલ વૃદ્ધ મહિલા બાળકો સહિત સૌ કોઈ ઝૂમી ઉઠ્યા હતા
માદરે વતન ની સ્મૃતિ ઓ વાગોળી તરુણ અવસ્થા નો કલરવ તાજો કરતા વડીલો મન મૂકી ને ઝૂમી ઉઠ્યા હતા મહાનગરો ને કર્મભૂમિ બનાવી જન્મ ભૂમિ થી દુર હોવા છતાં દરેક સયુંકત કુટુંબ ભાવના પારિવારિક ભાવના ઓ સાથે વિશાળ સંખ્યા માં ઉપસ્થિત મિત્ર મંડળ ના સ્નેહ મિલન માં બગડીયા જોબલિયા બોસમિયા અદાણી પારેખ વધાણી ગાંધી મહેતા હકાણી અજમેરા જૂઠાણી ચારણીયા જોશી સહિત અનેકો પરિવારો એ હાજરી આપી સ્નેહ મિલન ને ઉત્સવ પ્રિય બનાવ્યો હતો વ્યક્તિ વિશેષ સન્માન પ્રવચન માં ઘર હોતો ઐસા ના મોભી રશ્મિ એજ્યુકેશન ના દીપકભાઈ બોસમિયા નું હદયસ્પર્શી વક્તવ્ય વિના સંકોચ સમસ્યા શેર કરો ઉકેલ મળી જશે સયુંકત કુટુંબ ભાવના ને ઉજાગર કરતા બોસમિયા પરિવાર સહિત ના વતન પ્રેમી દાતા ઓની ઉદારહાથે સખાવત ઈનામ વિતરણ ઓરકેસ્ટ્રા રાસોત્સવ ગરબા ભોજન પ્રસાદ નું અદભુત આયોજન કરાયું હતું મુંબઈ મિત્ર મંડળ ના સ્નેહ મિલન માં યોગેશભાઈ બોસમિયા દીપકભાઈ શુક્લ નરશીભાઈ નારોલા પરવેઝભાઈ બુધાભાઈ ખખ્ખર રફીકભાઈ ચારણિયા ઈબાદત જસાણી શાસ્ત્રી કપિલભાઈ જોશી અશોકભાઈ બગડીયા દિનેશભાઇ વધાણી વલ્લભભાઈ બારડ વિક્રમભાઈ અદાણી સહિત મુંબઈ સ્થાયી થયેલા મિત્રોએ સ્નેહ મિલન સમારોહ માં છુટ્ટા હાથે અનુદાન આપી કાર્યક્રમ સફળ બનાવ્યો સ્નેહ મિલન માં બોરીવલી ના ધારાસભ્ય યોગેશભાઈ સાગર અને કોર્પોરેટર બીનાબેન દોશી હાજરી આપી આયોજકો નો ઉત્સાહ વધાર્યો હતો તમારા સંતાન ને ભેટસોગાદ માં આપી શકો તો ઉત્સાહ આપજો યોગેશ બોસમિયા નાથુભાઈ ગાંધી દીપકભાઈ બોસમિયા નો શીખ આપતો સદેશ એક બનો નેક બનો એક મેક ના પૂરક બનો મુંબઈ માં દામનગર પ્રગટાવી દેતું સ્નેહ મિલન માદરે વતન થી દુરસદુર રહેતા દામનગર ના તમામ મિત્રો વચ્ચે પરસ્પર કુટુંબ ભાવના એકયતા નો દર્શનીય નજારો રચતું ભવ્ય સ્નેહ મિલન યોજાયું હતું
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300