દામનગર પો.સ્ટે. સુવાગઢ ગામેથી ૬૦ લીટર દેશી દારૂ સાથે એક મહિલાને પકડી પાડતી પોલીસ ટીમ

દામનગર પો.સ્ટે. સુવાગઢ ગામેથી ૬૦ લીટર દેશી દારૂ સાથે એક મહિલાને પકડી પાડતી પોલીસ ટીમ
દામનગર ના સુવાગઢ ગામેથી ૬૦ લીટર દેશી દારૂ સાથે એક મહિલાને પકડી પાડતી દામનગર પોલીસ ની ટીમ પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ, અમરેલીનાઓ દ્વારા અમરેલી જીલ્લામાં ગેર કાયદેસર રીતે દેશીદારૂની હેરાફેરી તથા વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવા સારૂ સુચના આપવામાં આવેલ હોય જેથી પરીણામલક્ષી કામગીરી કરી, મહત્તમ પેટ્રોલીંગ ફરી, આવી ગુનાહીત ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમોને પકડી પાડવા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.જી.ગોહીલ સાહેબ અમરેલી વિભાગનાઓ દ્વારા જરૂરી માર્ગદર્શન હેઠળ દામનગર પો.સ્ટે. ના પો.સબ ઇન્સ.શ્રી એચ.જી.ગોહીલ નાઓની રાહબરી હેઠળ દામનગર પો.સ્ટે.ની ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ.
જે અંતર્ગત દામનગર પો.સ્ટે. વિસ્તારના સુવાગઢ ગામની સીમમાં આવેલ દેવુબેન દિનેશભાઇ બારૈયા રહે. સુવાગઢ તા.લાઠી જી.અમરેલી વાળી પોતાની વાડીએ ગે.કા વગર પાસ પરમીટે દેશી પીવાનો દારુ લી.૬૦ ની કિ.રૂ.૧૨૦૦/-ના પ્રોહિ મુદામાલ રાખી આરોપી દેવુબેન દિનેશભાઇ બારૈયા રેઇડ દરમ્યાન પકડી પાડેલ તેમજ સદર દારૂ પુરો પાડનાર વિજયભાઇ દેવીપુજક રહે રંઘોળા વાળા આરોપીઓ સામે દામનગર પો.સ્ટે. પાર્ટ-૮ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૧૭૨૩૦૦૦૫/૨૦૨૩ પ્રોહિ ૬૫-ઇ,૮૧ મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. ગુન્હામાં પકડાયેલ આરોપીની વિગત:- દેવુબેન દિનેશભાઇ બારૈયા ઉ.વ.૬૦ ઘંઘો ઘરકામ રહે. સુવાગઢ તા.લાઠી જી.અમરેલી
ગુન્હામાં પકડવાના બાકી આરોપીની વિગત:-
વિજયભાઇ દેવીપુજક રહે રંઘોળા
આ કામગીરી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ,અમરેલીનાઓ સુચનાથી ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.જી.ગોહીલ સાહેબ અમરેલી વિભાગનાઓ દ્વારા જરૂરી માર્ગદર્શન હેઠળ દામનગર પો.સ્ટે.ના પો.સબ ઇન્સ.શ્રી એચ.જી.ગોહીલ નાઓ તથા દામનગર પો.સ્ટે.ના અના.હેડ કોન્સ. લતીફખાન નીજામખાન પઠાણ તથા પો.કોન્સ પ્રવિણભાઇ કાનજીભાઇ સાંખટ તથા પો.કોન્સ. અરજણભાઇ કમાભાઇ મેર નાઓ દ્વારા કરવામા આવેલ છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300