સાયકલ, સ્કુટર જેવા ટુ, થ્રી, ફોર વ્હીલર વાહનો વેચતી વખતે આ સુચનાઓનો અવશ્ય અમલ કરવો

સાયકલ, સ્કુટર જેવા ટુ, થ્રી, ફોર વ્હીલર વાહનો વેચતી વખતે આ સુચનાઓનો અવશ્ય અમલ કરવો
Spread the love

છેલ્લા કેટલાક સમયથી સમગ્ર દેશમાં વધી રહેલ આતંકવાદી પ્રવૃતિઓના કારણે મોટાપાયે જાનહાની ભાંગફોડનો ઇરાદો ધરાવતા ત્રાસવાદી તત્વો/સંગઠનો સ્થાનિક લોકોને ગેરમાર્ગે દોરી ગણતરી પુર્વકનો સહારો અને પીઠબળ મેળવી ગુપ્ત આશરો મેળવી જાહેર સુલેહ શાન્તિનો ભંગ કરી શકે છે. ગુપ્ત સંસ્થાઓના વખતોવખતના અહેવાલો મુજબ તથા ભુતકાળમાં આતંકવાદીઓ દ્વારા ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓએ શ્રેણીબધ્ધ બોમ્બ ધડાકાઓ કરી મોટી જનહાનિ તથા માલ મિલકતને નુકશાન કરવામાં આવેલ.

આવા બનાવોની તપાસ દરમ્યાન જણાઇ આવેલ છે કે, આતંકવાદી ત્રાસવાદી તત્વો મલિન ઇરાદાને અંજામ આપવા સાયકલો તથા ટુ વ્હીલર વાહનોમાં બોમ્બ રાખી બ્લાસ્ટ કરી કૃત્યોને અંજામ આપેલ છે. તેથી સાયકલો, સ્કુટરો, મોટર સાયકલો તથા ફોર વ્હીલર મોટર કાર ખરીદનારની માહિતી રાખેલ હોય તો આવા ત્રાસવાદી કૃત્ય કરતા ગુનેગારો સુધી પહોંચી શકાય. તેથી સાયકલ વાહનો વેચનારાઓ ઉ૫૨ જાહેર વ્યવસ્થા અને સુલેહ શાંતિ તેમજ દેશની સુરક્ષાના પરિપ્રેક્ષ્યમાં થોડા નિયંત્રણો અમલમાં મુકવા જરૂરી જણાય છે.

શ્રી આનંદ પટેલ (આઇ.એ.એસ.) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી બનાસકાંઠાને ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ ની કલમ-૧૪૪ મુજબ મળેલ સત્તાની રૂએ ફરમાવવામાં આવે છે કે બનાસકાંઠા જિલ્લા શહેરી/ગ્રામ્ય વિસ્તારમાં સાયકલ, સ્કુટર તથા મોટર સાયકલ જેવા ટુ વ્હીલર, થ્રી વ્હીલર તથા ફોર વ્હીલર વેચનારા તથા તે અંગેની દુકાનો/ શોપ ધરાવતા માલિકો, મેનેજરો, સંચાલકો, એજન્ટો દ્વારા આવા સાયકલ, સ્કુટર તથા મોટર સાયકલ, સ્કુટર તથા મોટર સાઈકલ જેવા ટુ-વ્હીલર, થ્રી વ્હીલર તથી ફોર વ્હીલર વાહનો વેચવામાં આવે ત્યારે નીચે મુજબની સુચનાઓનું અવશ્ય પાલન કરવાનું રહેશે.

  1. સાયકલ, સ્કુટર તથા મોટર સાયકલ જેવા બીજા ટુ વ્હીલર વાહનો ખરીદનારાઓને અવશ્ય બીલ આપવું અને તેની સ્થળપ્રત કબજામાં રાખવી.
  2. ખરીદનાર ગ્રાહકનું ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, ઇલેક્શન કાર્ડ, રેશનકાર્ડ કે નોકરી કરતા હોય ત્યાંનું ઓળખપત્ર, શૈક્ષણિક સંસ્થાનું પ્રમાણપત્ર કે સ્થાનિક અગ્રણીઓ જેવા કે મ્યુનિસપલ કોર્પોરેટર, ધારાસભ્યશ્રી, સંસદસભ્યશ્રી, કોઇપણ ખાતા તરફથી મેળવેલ ઓળખપત્ર/ પ્રમાણપત્ર પૈકી કોઇપણ એક પુરાવો ઓળખ માટે ગ્રાહક પાસેથી સાયકલ, સ્કુટર તથા મોટર સાયકલ જેવા બીજા ટુ-વ્હીલર વાહન વેચાણકર્તાએ મેળવવાના રહેશે.
  3. બીલમાં ખરીદનારનું નામ, સરનામું, સંપર્ક માટે ટેલીફોન નંબર/ મોબાઇલ નંબર લખવો.
  4. વેચાણ બીલમાં સાયકલ, સ્કુટર તથા મોટર સાયકલ જેવા બીજા ટુ-વ્હીલર વાહનનો ફેંમ નંબર, ચેચીસ નંબર, એન્જીન નંબર અવશ્ય લખવો.
  5. સાયકલ, સ્કુટર તથા મોટર સાયકલ જેવા બીજા ટુ-વ્હીલર વાહન વેચાણકર્તાએ કોઇપણ પોલીસ અધિકારીશ્રી તરફથી માગણી કરવામાં આવે ત્યારે ઉપર મુજબની માહિતી/ રેકર્ડ ચકાસણી માટે રજુ કરવાનું રહેશે.

આ હુકમ તા.૧૦/૦૧/૨૦૨૩ થી તા. ૦૯/૦૨/૨૦૨૩ સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે. આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજ્જાથી પોલીસ સબ ઈન્સપેકટર સુધીનો હોદો ધરવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી. ક. ૧૮૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!