રાજુલા માં જીવદયા પ્રેમીઓ દ્વારા મકરસંક્રાંતિ પર્વમાં અબોલ પક્ષી બચાવ અભિયાન કાર્ય હાથ ધર્યું

રાજુલામાં મકરસંક્રાંતિ પર્વમા જીવદયા પ્રેમીઓ દ્વારા અબોલ પક્ષીઓ બચાવ અભિયાન સંપન્ન થયું…….
રાજુલા શહેરમાં મકરસંક્રાંતિ પર્વમા જીવદયા પ્રેમીઓ દ્વારા અબોલ પક્ષીઓ અભિયાન અંતર્ગત દોરીઓના ગુચળા તેમજ ચાઇનીઝ દોરી રોડ રસ્તા ઉપર, થાંભલાઓમા ભરાયેલી દોરીઓ એકઠી કરી બાળી દેવામાં આવી હતી. અને ગાયમાતાના ધાસચારા પણ વીંટાયેલ દોરી એકઠી કરી હતી. અને આ અભિયાનમા નેચર ક્લબના વિપુલ લહેરી,અશોકભાઈ સાખંટ સહિત બાળકો પણ ભાગ લીધો હતો. અને સુંદરરીતે અભિયાન સંપન્ન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે,વનવિભાગ દ્વારા પક્ષીઓ સારવાર માટે કેમ્પ ચાલુ રાખ્યો હતો. અને હજુ વાસી ઉત્તરાયણ પર્વની ઉજવણી પણ થતી હોય ચાઇનીઝ બહિષ્કાર કરી અબોલ પક્ષી બચાઓ નારા પણ લગાવ્યા હતા. અને સામાન્ય ઈજાઓ થયેલ પક્ષીઓને અશોકભાઈ સાખંટ બચાવ લીધા હતા. અને વિપુલ લહેરી નેચર ક્લબ માર્ગદર્શનથી વધુ પક્ષીઓ બચાવ અભિયાન મદદરૂપ થવા માટે ચિરાગ બી. જોશીએ જહેમત ઉઠાવી હતી……..
રીપોર્ટ:-ધર્મેશ મહેતા રાજુલા….
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300