માં અંબાના ધામમાં સંતોનું આગમન,કોટેશ્વર ખાતે સાધુ સંતો શાહી સ્નાન કરવામાં આવ્યું

માં અંબાના ધામમાં સંતોનું આગમન,કોટેશ્વર ખાતે સાધુ સંતો શાહી સ્નાન કરવામાં આવ્યું
Spread the love

માં અંબાના ધામમાં સંતોનું આગમન,કોટેશ્વર ખાતે સાધુ સંતો શાહી સ્નાન કરવામાં આવ્યું

શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી આ નગરીને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. અંબાજી થી સાત કિલોમીટર જેટલા અંતરે આવેલું કોટેશ્વર ધામ શિવ મંદિર થી જાણીતું છે સાથે સાથે સરસ્વતી નદીનું ઉદગમ સ્થાન હોય અહીંથી સરસ્વતી નદીનો ઉદભવ થાય છે અને આ નદી આગળ નીકળે છે. ઉતરાયણ ના પર્વમાં કોટેશ્વર ખાતે ગુજરાત ભરમાંથી શ્રદ્ધાળુ સંગમ સ્નાન ની જેમ કોટેશ્વર નદીના કુંડમાં શ્રદ્ધાની ડૂબકી લગાડવા આવે છે. 15 જાન્યુઆરી 2023 ના રોજ બપોરે 12:00 વાગે માન સરોવર ખાતેથી મોટી સંખ્યામાં સંતો કોટેશ્વર જવા પ્રયાણ કર્યું હતું. રવિવારના પવિત્ર દિવસે માન સરોવરથી અંબાજી નગરમાં સંતોની શ્રદ્ધાની હેલી જોવા મળી હતી. મોટી સંખ્યામાં સંતો આવતા અંબાજી ધામ સંતોની નગરી બન્યું હતું. અંબાજી નગરમાં જગ્યા જગ્યા પર લોકો દ્વારા સંતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સંતોના આશીર્વાદ લેવામાં આવ્યા હતા. કોટેશ્વર ખાતે વિજય ગીરી મહારાજના આશીર્વાદ બાદ સંતોએ સરસ્વતી નદીમાં ડૂબકી લગાવી ઉત્તરાયણ પર્વ ઉજવ્યો હતો.
સતત બીજા વર્ષે અંબાજી ખાતે સંતો નું આગમન ઉતરાણ પર્વના દિવસે થયું હતું. અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તોએ સંતોની સવારીના દર્શન કર્યા હતા સાથે સાથે શ્રદ્ધાના કુંભમાં નાગા સાધુ સાથે વિવિધ સંતોના પણ આશીર્વાદ લીધા હતા. આજે 500 કરતા વધુ સંતો અંબાજી નગરમાં આવ્યા ત્યારે અંબાજી કુંભ નગરી બની હતી.

રિપોર્ટ : અમિત પટેલ અંબાજી

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!