ગાંધીનગર બ્રહ્માકુમારીઝ સેવાકેન્દ્ર ખાતે નાડી તપાસનાર પ્રખ્યાત મસાલા વૈદ્યનો કેમ્પ

ગાંધીનગર બ્રહ્માકુમારીઝ સેવાકેન્દ્ર ખાતે નાડી તપાસનાર પ્રખ્યાત મસાલા વૈદ્યનો કેમ્પ
Spread the love

એલોપેથી,આયુર્વેદ,હોમીઓપેથી જેવી પેથીઓ દ્વારા દર્દીની બીમારીના લક્ષણો અને દર્દીને શુ થાય છે તે આધારે અપાતી દવાઓ અને તેની આડઅસરના ચુંગાલમાંથી બહાર આવી નાડી તપાસી શરીરના મૂળ રોગને જ દૂર કરવા તથા તેની દવા તરીકે જેની કોઈ જ આડ અસર નથી તેવા આપણા ઘરના રસોડામાં રોજબરોજ વપરાતા મસાલા જ લેવાનો હવે સમય પાકી ગયો છે.

ગુજરાતમાં ખ્યાતિ- નામના પામનાર નાડી તપાસી મૂળ રોગ માટે દવા તરીકે  રસોડાના મસાલા આપતા મુકામ:માસ્ટર, તા: પાદરા, જિલ્લો : વડોદરાના પ્રખ્યાત વૈદ્યરાજ ભ્રાતા ભીખાભાઈ પ્રભાતસિંહના સુપુત્ર વૈદ્યરાજ ભ્રાતા રણજીતસિંહ ભીખાભાઈ નો કેમ્પ બ્રહ્માકુમારીઝ,સેક્ટર.૨૮,ગાંધીનગર ખાતે  રવિવાર,૧૫,જાન્યુઆરી,૨૦૨૩ના રોજ સાંજે ૪.૦૦ થી ૬.૦૦ રાખવામાં આવેલ છે. જેમાં નાડી જોવાનો વ્યક્તિ દીઠ ચાર્જ રૂ. ૫૦/-  રહેશે.

ત્યારબાદ દવા તરીકે આપવામાં આવનાર મસાલાનો ચાર્જ દર્દી દીઠ અલગ અલગ થશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે આ વૈદ્યરાજની સારવાર એટલી સચોટ અને અસરકારક છે કે તેની માંગ સમગ્ર ગુજરાતમાં સતત વધવા લાગી છે. ફળસ્વરૂપ તેમનો કેમ્પ (૧) અમદાવાદ, (૨) આણંદ, (૩) નડિયાદ, (૪) ડભોઇ, (૫) વડોદરા, (૬) રાજપારડી, (૭) સુરત, (૮) રાજકોટ, (૯) મોરબી, (૧૦) વિસનગર ખાતે દર મહિને નિયમિત એક જ વખત રાખવામાં આવી રહેલ  છે.

બ્રહ્માકુમારીઝ વિધ્યાલયના સાથી- સહયોગી, મોરબી તથા રાજકોટ સમાજ સેવાકેન્દ્ર તથા ઓમશાંતિ સ્કુલના માલિક આદરણીય ભ્રાતા ઠાકરસીભાઈ પટેલના વિશેષ પ્રયત્નથી ગાંધીનગરના સૌ નગરજનો માટે ગાંધીનગરમાં આ બીજો કેમ્પ આયોજિત કરેલ  છે. જેમાં માંગ અને સૌના આવકારને ધ્યાને લઇ અહીં પણ દર મહિને એક દિવસ નિયમિત કેમ્પ રાખવા વિચારવામાં આવશે. આદરણીય કૈલાશ દીદીજી એ પણ સૌને  આ કેમ્પનો અચૂક લાભ લેવા ખાસ ઈશ્વરીય નિમંત્રણ પાઠવેલ છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!