હાલોલ નાં બાસ્કા ખાતે R.O. ATM નું ખાત મુરહત

હાલોલ તાલુકાનાં બાસ્કા ગામ ખાતે આજ તા:૨૭ મી જાન્યુઆરી ના રોજ R.O વોટર ATM નો પાયલોટ પ્રોજેક્ટ એટલે કે પીવાના સુદ્ધ પાણી ઓછા નાણાં ના દરે સ્થાપિત કરવામાં આવ્યું હતું. જેમાં આશરે 5 રૂપિયા ના દરે 20 લીટર નો કેરબો ભરી સકાસે વિવિધ નાના મોટા શહેરો માં પણ અલગ અલગ વિસ્તારોમાં ઠેર ઠેર આ વોટર ATM સ્થાપિત કરવામાં આવ્યા છે તેવીજ રીતે આજે બાસ્કા ગામ ખાતે આવેલી પંચાયત કચેરી દ્વારા તેનું ખાત મહુરત રાખેલ હતો જેમાં હાલ ની પંચાયત બોડી ના તમામે તમામ કાર્ય કર્તા તથા ગ્રામજનો હજાર રહેલ આવનાર માસ નો ઉનાળો ભરપૂર કાળઝાળ રહેનાર હોય તેવા એંધાણ હાલ ની ઠંડી ને જોતા સર્જાઈ રહ્યા છે લોકો પીવાના પાણી પર વધારે ભાર મૂકશે જેને ધ્યાનમાં રાખીને આ સ્માર્ટ પ્રોજેક્ટ નું આયોજન કરવામાં આવી રહ્યું છે. વધુ માં આવનાર સમયમાં ગામ બાસ્કા ખાતે એકજ નહિ પરંતુ ઠેર ઠેર આવા વોટર ATM સ્થપાય તેવી ગમલોક માંગ ઉઠવા પામી છે.
રિપો્ટ : ઈરફાન શેખ (પંચમહાલ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300