‍‍આશ્રમ જરૂરી છે?

‍‍આશ્રમ જરૂરી છે?
Spread the love

‍‍આશ્રમ જરૂરી છે?

ભારત દેશમાં આશ્રમ વ્યવસ્થા હતી .જેનાથી આપણે સૌ કોઈ પરિચિત છીએ, પરંતુ જેમ જેમ સમય બદલતો ગયો અને આધુનિકરણ થવા લાગ્યું તેમ આ વ્યવસ્થા નષ્ટ થઈ ગઈ અને આ શબ્દ “આશ્રમ” અલગ જ સ્વરૂપે સમાજમાં સ્થાન મેળવ્યું.હવે “આશ્રમ”શબ્દ ત્રણ જ સ્વરૂપ ધરાવે છે. ગુરુઓના, મહંત ના આલીશાન મહાલય એટલે અત્યાધુનિક આશ્રમ.અનાથ આશ્રમ જ્યાં માતા પિતા દ્વારા તરછોડાયેલા બાળકોને ભેંકાર લાગતી દુનિયામાં માત્ર સપનાં જોઈ શકાય પરંતુ જીવન ખૂબ જ અઘરું છે એ સાબિતી કરાવતું એક મકાન એટલે અનાથ આશ્રમ. ત્રીજું વૃદ્ધાશ્રમ  એટલે સામાન્ય ભાષામાં કહીએ તો(ઘરડાં ઘર)આ આશ્રમ વ્યવસ્થા ને પહેલાં ની આશ્રમ વ્યવસ્થા વનપ્રસ્થાશ્રમ  સાથે મારી દ્રષ્ટિએ જોઈએ તો સરખામણી કરી શકાય. વનપ્રસ્થાશ્રમ માં સ્વૈચ્છિક નિર્ણય લેવામાં આવતો જયારે હવેના સમયમાં મનભેદ,મતભેદ, અને જગડાઓને કારણે આ આશ્રમ બની રહ્યા છે. આ આશ્રમમાં આવીને પણ એ વૃદ્ધ વ્યક્તિઓ લાચાર, અને બીજા અજાણ્યા લોકો ની દયા પર એમના જીવનના અંત સુધી મનમાં અનેક ગણી લાગણીઓ દબાવી જીવી રહ્યા હોય છે. આપણામાં કહેવત છે પીળું એટલું સોનું નથી હોતું..  આજ પીળું સોનું વૃદ્ધત્વને આકર્ષિત કરે છે. કારણ? વૃદ્ધાવસ્થા એટલે મનની શાંતિ અને વીતી ગયેલી ક્ષણોમાં પોતાના ભવિષ્ય ને મનભરીને જીવવાની અદમ્ય ઈચ્છા .એ ભવિષ્ય એટલે એમના સંતાન પરંતુ જયારે આ સંતાન જ ધૂતકારે ત્યારે આ પીળું સોનું  મજાના લાગે છે, કારણ પોતાના જ સંતાન તરફથી થતો તિરસ્કાર.

મારા વિચાર મુજબ જોઈએ અને સમજીએ તો દરેક માતા પિતાએ પોતાની જીવન મૂડી પોતે પોતાના પર જીવનના અંત સુધી ખર્ચી શકે અને આત્મનિર્ભર બની રહે એટલું સાચવી લેવું જોઈએ, ભારતીય કાયદા મુજબ માતા પિતાની સંપત્તિમાં એના સંતાન ને સરખા ભાગે વહેંચવામાં આવે છે અને આ જ સંપત્તિ માટે જગડાઓ થાય છે. હવે માતા પિતાએ પોતાના સંતાન માટે એકઠી કરવાને બદલે સંતાન ને એ શીખવો કે  એ એના પગભર થાય અને એ મિલકત બનાવે, કારણકે મિલકત બનાવવામાં જે મહેનત કરવી પડે એ વિશે ખ્યાલ અવવો જરૂરી છે, દીકરી કે દીકરાને મિલકત ના આપો. આપેલી વસ્તુની કદર નથી હોતી. પરંતુ આપબળે કરેલ વસ્તુની કદર અને સન્માન વધારે હોય છે. દીકરી ને મિલકતમાં ભાગ આપો એટલે એ આત્મનિર્ભર નથી એ જ રીતે દીકરો પણ આત્મનિર્ભર નથી.

મિલકત આપીને માતા પિતાને લાચાર,અને સંતાન પર નિર્ભર રહેવું નથી પસંદ તો આશ્રમમાં એ જ રીતે રહેવાની ફરજ પડે છે. તો આ આશ્રમ શા માટે??

©

આલેખન : હર્ષા દલવાડી તનુ .જામનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230127-WA0000.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!