જગદીશ ત્રિવેદી પુસ્તકાલયનું ઊદઘાટન કરવામાં આવ્યું

સુરેન્દ્રનગર જીલ્લાના રાજસીતાપુર ગામમાં આશરે નેવું લાખ રુપિયાના ખર્ચે તૈયાર થયેલી હીરાભાઈ મોહનભાઈ પટેલ હાઈસ્કુલનું તા. ૨૮/૧/૨૩ શનિવારે હીરાભાઈ પટેલના હસ્તે તેમજ આ શાળામાં આવેલા જગદીશ ત્રિવેદી પુસ્તકાલયનું જગદીશ ત્રિવેદીના હસ્તે ઉદઘાટન થયું હતું. આ સિવાય અન્ય વર્ગખંડોનું સંતો-મહંતો,રાજકીય આગેવાનોના હસ્તે ઊદઘાટન થયું હતું.
હીરાભાઈ મોહનભાઈ પટેલે આ નવી શાળાના નિર્માણમાં આશરે ચાલીસ લાખ રુપિયાનું દાન તેમજ જગદીશ ત્રિવેદીએ પુસ્તકાલય માટે પાંચ લાખ રુપિયાનું દાન કરેલ હતું.
દુધઈ જગ્યાના મહંત, રાજસીતાપુર લાલજી મહારાજની જગ્યાના મહંત ધ્રાંગધ્રા વિધાનસભાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, વઢવાણ વિસ્તારના માજી ધારાસભ્ય ધનજીભાઈ પટેલ તેમજ વિવિધ ક્ષેત્રના અનેક આગેવાનોની ઉપસ્થિતિમાં આ ઉદઘાટન સમારંભ સંપન્ન થયો હતો.
આ નવી શાળાના નિર્માણમાં શાળાના આચાર્ય રામદેવસિંહ પરમાર તથા રાજસીતાપુરના સરપંચ વશરામભાઈ પઢેરીયાએ અથાક મહેનત કરી હતી.
તસ્વીરમાં જગદીશ ત્રિવેદી પુસ્તકાલયનું ઊદઘાટન કરતાં હાસ્યકલાકાર અને દાનવીર ડો. જગદીશ ત્રિવેદી તથા અન્ય આગેવાનો જોવા મળે છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300