‘યોગ તપસ્યા પરિવર્તન ભઠ્ઠી’માં સાધક-બ્રહ્માકુમાર અને કુમારીઓએ હિમાલયના કૈલાશ પર્વતની દિવ્ય સાધનાનો કર્યો અનુભવ

‘યોગ તપસ્યા પરિવર્તન ભઠ્ઠી’માં સાધક-બ્રહ્માકુમાર અને કુમારીઓએ હિમાલયના કૈલાશ પર્વતની દિવ્ય સાધનાનો કર્યો અનુભવ
Spread the love

બ્રહ્માકુમારીઝ,સેકટર.૨૮ ગાંધીનગર ખાતે આયોજીત ‘યોગ તપસ્યા પરિવર્તન ભઠ્ઠી’માં સાધક-બ્રહ્માકુમાર અને કુમારીઓએ હિમાલયના કૈલાશ પર્વતની દિવ્ય સાધનાનો કર્યો અનુભવ

પરમપિતા પરમાત્મા શિવના સાકાર માધ્યમ-બ્રહ્માકુમારીઝના આધ્યસ્થાપક પ્રજાપિતા બ્રહ્માબાબાએ ૧૮-૧-૧૯૬૯ના દિવસે પોતાના નશ્વર દેહનો ત્યાગ કરી અવ્યક્ત ફરિશ્તા સ્વરુપ ધારણ કરેલ હોઇ દર વર્ષે જાન્યુઆરી માસને બ્રહ્માકુમારીઝ દ્વારા વિશેષ પુરુષાર્થના માસ-અવ્યક્ત માસ તરીકે મનાવામાં આવે છે. જેના સમાપનમાં બ્રહ્માકુમારીઝ, સેકટર.૨૮, ગાંધીનગર ખાતે ગાંધીનગર ગૃપ સેવાકેન્દ્રોના બ્રહ્માકુમાર ભાઈ બહેનો માટે *૨૯ જાન્યુઆરી, ૨૦૨૩ રવિવારે વિશેષ સંગઠીત ભઠ્ઠી* નું આયોજન કરેલ.

વરસાદી માવઠાંની આગાહી અને વાતવારણમાં અચાનક આવેલ મોટા ફેરફારની પરવાહ કર્યા વગર *પરમાત્મા શિવબાબાની શક્તિ અને મદદથી સેવાકેન્દ્ર પ્રભારી આદરણીય રાજયોગિની કૈલાશદીદીજી દ્વારા આયોજીત આ ભઠ્ઠીમાં સાધકોએ હિમાલયના કૈલાશ પર્વતની દિવ્ય સાધનાનો અનુભવ કરેલ* અને પડી રહેલ વરસાદી ઝપટા વચ્ચે સાધના ચાલુ રાખી આખરે પ્રકૃતિને વશ કરેલ અને કહેવત ને સાર્થક કરેલ કે, “જિસકા સાથી હો ભગવાન,ઉસકો ક્યા રોકેગા આંધી ઓર તૂફાન”.

આત્મસ્મૃતિનું તિલક, સ્વાગત પ્રવચન, પુષ્પગુચ્છથી સૌનું સ્વાગત અભિવાદન બાદ *ગાંધીનગર કેપિટલ ઓફસેટ્સના માલિક ભ્રાતા રમેશભાઈ પટેલના પૌત્રી કુમારી મોક્ષા દ્વારા રજુ કરાયેલ સ્વાગત નૃત્યએ ઉપસ્થિત સૌના દિલ જીતી લીધાં હતાં.*

ભઠ્ઠીના કેન્ડલ લાઇટીંગ કરી થયેલ શુભ ઉદઘાટનમાં આદરણીય રાજયોગી રામનાથભાઈ, આદરણીય રાજયોગિની કૈલાશદીદીજી, બ્રહ્માકુમાર ગોવિંદભાઈની સાથે ચિલોડા સેવાકેન્દ્ર પ્રભારી બી.કે.તારાબેન, ઉર્જાનગર સેવાકેન્દ્ર પ્રભારી બી.કે.રંજનબેન, સેકટર.૨/સી સેવાકેન્દ્ર પ્રભારી બી.કે.ભાવનાબેન, સરગાસણ સેવાકેન્દ્ર પ્રભારી બી.કે.મેઘાબેન, સરઢવ સેવાકેન્દ્ર પ્રભારી બી.કે.જુગનુબેન, સેકટર.૫/એ પ્રભારી બી.કે.તપસ્વિનીબેન, કુડાસણ સેવાકેન્દ્ર પ્રભારી બી.કે.ખુશ્બુબેન, બી.કે.કૃપલબેન, બી.કે.રાજુભાઈ અને અન્ય બ્રહ્માકુમારી બહેનો પણ સામેલ થયેલ.

*કોઇના પણ સંપર્કમાં આવતાં શરીરને જોવા છતાં દ્રષ્ટી આત્મા તરફ જ જાય અને દરેકને મનસા દ્વારા શક્તિ, વાચા દ્વારા જ્ઞાન અને કર્મ દ્વારા ગુણોના દાન આપવાની સહજ વૃતિ ધારણ કરવાના લક્ષ્ય સાથે આ ભઠ્ઠીનું ખાસ આયોજન કરવામાં આવેલ.* જે વિષયને બ્રહ્માકુમારીઝના મુખ્યાલય માઉન્ટ આબુથી ખાસ પધારેલ આદરણીય રાજયોગી રામનાથભાઈએ પોતાના અનુભવ અને આત્મસાત કરેલ જ્ઞાનના આધારે સવિસ્તાર સ્પષ્ટ કરેલ અને પ્રજાપિતા બ્રહ્માબાબાને ફોલો કરવાની અવનવી વિધિ રજુ કરેલ. બ્રહ્માકુમારીઝ્ની માઉન્ટ આબુ સ્થિત જ્ઞાનસરોવર એકેડેમીથી વિશેષ પધારેલ મિડિયા પ્રભાગના બ્રહ્માકુમાર ગોવિંદભાઈએ સુંદર ગીત અને વક્તવ્ય રજુ કરી સૌનું સ્વાગત અભિવાદન કરેલ .જ્યારે કૈલાશદીદીજી દ્વારા સાકાર પ્રજાપિતા બ્રહ્માબાબા અને બ્રહ્માકુમારીઝ્ની પ્રથમ મુખ્ય પ્રશાસિકા માતુશ્રી જગદંબા સરસ્વતીજી –મમ્મા સાથેના તેમના અનુભવો અને રહસ્યમય ટ્રાન્સ સંદેશાઓ રજુ થતાં ઉપસ્થિત સૌ આત્માઓ ઈશ્વરીય શક્તિથી સભર હોવાનો અહેસાસ કરેલ.

સવારે ૮.00 થી સાંજે ૬.00 સુધીની આ ભઠ્ઠીનો ઉપસ્થિત ૮00 જેટલાં બ્રહ્માકુમાર ભાઈ બહેનોએ ખુબજ ઉમંગ ઉત્સાહ સાથે લાભ લીધેલ.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!