વણકર સમાજના કર્મશીલોનુ “વિરમાયા રત્ન એવોર્ડ” થી સન્માન કરાયુ..

વણકર સમાજના કર્મશીલોનુ “વિરમાયા રત્ન એવોર્ડ” થી સન્માન કરાયુ..
Spread the love

પાટણ..સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ, મહેસાણા દ્વારા વણકર સમાજના કર્મશીલોનુ “વિરમાયા રત્ન એવોર્ડ” થી સન્માન કરાયુ…..

વિર મેઘમાયા દેવના બલિદાન દિવસ મહા સુદ સાતમ “માયા સાતમ” ના રોજ વિર મેઘ માયા દેવની બલિદાન ભૂમિ પાટણ નવા સર્કિટ હાઉસ ખાતે સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ, મહેસાણા ના ઉપક્રમે વણકર સમાજની જુદી જુદી સંસ્થાઓમાં રહી સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સેવાકીય પ્રવુતિઓ કરતા ૩૫ જેટલા પ્રમુખો અને કર્મશીલ કાર્યકર્તાઓનું “વિરમાયા રત્ન એવોર્ડ” થી સન્માન કરવાનો કાર્યક્રમ સુરેન્દ્રનગર જિલ્લા ના વણકર સમાજ ના પ્રમુખ અને સમાજના ભામાશા શ્રી મુકેશભાઈ મકવાણા ના અધ્યક્ષસ્થાને અને કાર્યક્રમના મુખ્ય મહેમાન રિલાયન્સ ફાઉન્ડેશન ના શ્રી મુકેશભાઈ દેસાઈ ની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વણકર સમાજની જુદી જુદી સંસ્થાઓમાં રહી સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સેવાકીય પ્રવુતિઓ કરતા ૩૫ જેટલા પ્રમુખો અને કર્મશીલ કાર્યકર્તાઓનું “વિરમાયા રત્ન એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે પાટણ શહેરના કર્મશીલ કાર્યકર્તા વણકર સમાજ ના આગેવાન અને વિર મેઘમાયા મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ મુકેશભાઈ સોલંકી, લુણાવાડા ના રામજીભાઈ વણકર, ચાંદખેડા ના પ્રો.રાજેન્દ્રભાઈ જાદવ, વિજાપુરડા ના પ્રવીણ જયમાડી, વિસનગરના જયંતીભાઈ ચૌહાણ, સાબરકાંઠાના માવજીભાઈ સુતરીયા, મહેસાણા ના વીણાબેન દીપકર, દાહોદના નરેશભાઈ ચાવડા, સાણંદ ના રિશીભાઈ સોલંકી, ગાંધીનગર ના મગનલાલ ડાભી, ઇયાવા ના નગીનભાઈ જયમાડી, વઢવાણ ના સનતભાઇ વાઘેલા, કડી ના જીજ્ઞેશભાઈ કાપડિયા, અમદાવાદ ના રાહુલભાઇ કાપડિયા,
જાણીતા લેખક રમેશભાઈ એસ. સોલંકી સહિત સુરેન્દ્રનગર ના મુકેશભાઈ મકવાણા, તેમજ સંકલ્પ સંસ્થાના પ્રમુખ અને પાટણ નગરપાલિકા ના કોર્પોરેટર રાજેન્દ્ર કે. હિરવાણીયા, ઉન્નતિ ફાઉન્ડેશન ના પ્રમુખ અને જાણીતા એન્જિનિયર પરેશભાઈ મકવાણા, પાટણ ના પત્રકારશ્રીઓ રમેશભાઈ સોલંકી, જે. કે. મકવાણા, પરેશભાઈ ઝાલા વિગેરે ૩૫ જેટલા પ્રમુખો અને કર્મશીલ કાર્યકર્તાઓનું “વિરમાયા રત્ન એવોર્ડ” થી સન્માનિત કરાયા.
સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ, મહેસાણા ના પ્રમુખ શ્રી ભીખાભાઈ મકવાણા અને સંસ્થાના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ, મહેસાણા ના પ્રમુખ શ્રી ભીખાભાઈ મકવાણા એ કાર્યક્રમ માં સહયોગ આપનાર એવા સન્માનપત્રના દાતા રાહુલભાઇ કાપડીયા, ભોજન અને ટ્રોફીના દાતા રીશીભાઈ સોલંકી, વિર માયા દેવ છબીના દાતા જયંતીભાઈ એમ. ચૌહાણ તેમજ નગીનભાઈ જયમાડી-ઈયાવા, વિરમાયા રત્ન એવોર્ડ ના દાતા સનતભાઈ એસ. વાધેલા-વઢવાણ અને કાર્યક્રમમાં આયોજનમાં સહકાર આપનાર પાટણ શહેર નાં સામાજિક આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!