જળસંપત્તિ પ્રભાગ માટે ₹૯૭૦૫ કરોડની જોગવાઇ

જળસંપત્તિ પ્રભાગ માટે ₹૯૭૦૫ કરોડની જોગવાઇ
Spread the love

જળસંપત્તિ પ્રભાગ માટે ₹૯૭૦૫ કરોડની જોગવાઇ

જીવન અને પર્યાવરણ બંને માટે જળ આવશ્યક તત્વ છે. ઉપલબ્ધ પાણીના સ્ત્રોતોનો કાર્યક્ષમ ઉપયોગ કરવા, તેનો સંગ્રહ તથા તે પાણીને ડેમથી ખેતરો અને ઘરો સુધી પહોચાડવાનું સુદ્રઢ માળખુ સરકારે ઊભું કર્યું છે. સિંચાઈ યોજનાઓની કાર્યક્ષમતામાં વધારો કરવા અને પાણીની અછતવાળા વિસ્તારોમાં સિંચાઈ સુવિધા વધારવા નવી માળખાકિય સુવિધાઓ ઊભી કરવા માટે પણ સરકાર કાર્યરત છે. ક્ષાર પ્રવેશ નિયંત્રણ તેમજ ભૂગર્ભજળની પરિસ્થિતિમાં સુધારો કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકેલ છે. કૃષિ અને પીવાના પાણી માટે જળસંસાધનોની અગત્યતા ધ્યાને લેતાં આ વિભાગના બજેટમાં ગત વર્ષની સરખામણીમાં ૮૨% નો વધારો સૂચવું છું.
• અંદાજિત `૪૩૨૦ કરોડના ખર્ચે નર્મદાના વધારાના પાણીના કચ્છ વિસ્તારમાં વિતરણ માટે ઉદ્દવહન પાઇપલાઇનો માટે `૧૯૭૦ કરોડની જોગવાઇ.
• સૌરાષ્ટ્રમાં વિવિધ ચેકડેમોને જોડી નર્મદાના પાણી પહોંચાડવાની મહત્વાકાંક્ષી સૌની યોજનાની ખૂટતી કડીઓ માટે `૭૨૫ કરોડની જોગવાઈ.
• અંદાજિત `૧૫૬૬ કરોડની કસરાથી દાંતીવાડા પાઈપલાઈન યોજના માટે `૬૫૦ કરોડની જોગવાઈ.
• ખારીકટ કેનાલને બોક્ષ સ્ટ્રકચરમાં રૂપાંતર કરી તેની પુન:રચના કરવા માટે `૩૦૦ કરોડની જોગવાઈ.
• ચેકડેમ, તળાવો ઊંડા કરવા અને નવા બનાવવા માટે જળસંચય યોજના અંતર્ગત `૨૭૨ કરોડની જોગવાઇ.
• પાનમ જળાશય આધારિત ઉદ્દવહન પાઇપલાઇનો માટે `૧૯૫ કરોડની જોગવાઇ.
• અંદાજિત `૧૦૨૦ કરોડની ઉકાઇ જળાશય આધારિત સોનગઢ–ઉચ્છલ–નિઝર ઉદ્દવહન પાઇપલાઇન માટે `૧૭૫ કરોડની જોગવાઇ.
• સાબરમતી નદી ઉપર સિરીઝ ઓફ બેરેજ બાંધવા માટે `૧૫૦ કરોડની જોગવાઈ.
• ગાંધીનગર ગિફટ સિટી નજીક સાબરમતી રીવરફ્રન્‍ટ માટે `૧૫૦ કરોડની જોગવાઈ.
• અંદાજિત `૭૧૧ કરોડની તાપી-કરજણ લીંક પાઇપલાઇન માટે
`૧૩૦ કરોડની જોગવાઇ.
• અંદાજિત `૧૯૨ કરોડની ડીંડરોલથી મુકતેશ્વર પાઇપલાઇન યોજના માટે `૧૦૯ કરોડની જોગવાઈ.
• દક્ષિણ ગુજરાતના આદિજાતિ વિસ્તારમાં આવેલ નદીઓ ઉપર ચેકડેમો, બેરેજો, વિયર વગેરે બનાવવા માટે `૧૦૩ કરોડની જોગવાઈ.
• વાત્રક જળાશય આધારિત ઉદ્દવહન સિંચાઇ યોજના માટે `૧૦૦ કરોડની જોગવાઇ.
• કચ્છમાં મોટા ચેકડેમો, તળાવો જેવા જળસંગ્રહના કામો માટે `૮૦ કરોડની જોગવાઈ.
• અંદાજિત `૨૫૦ કરોડની વાઘરેજ રિચાર્જ યોજના માટે `૮૦ કરોડની જોગવાઇ.
• અંદાજિત `૧૩૨ કરોડની પાનમ જળાશય આધારિત વાંકડી ગામથી સંતરામપુર તાલુકાના તળાવો માટે ઉદ્દવહન સિંચાઇ યોજનાઓ માટે `૭૦ કરોડની જોગવાઇ.
• મેશ્વો, ખારી, પુષ્પાવતી અને રૂપેણ નદીઓ પર સિરીઝ ઓફ ચેકડેમ બાંધવા માટે `૫૫ કરોડની જોગવાઈ.
• અંદાજિત `૧૧૦ કરોડની પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર યોજના માટે `૫૦ કરોડની જોગવાઇ.
• કડાણા જળાશય આધારિત સરસડી ઉદ્દવહન સિંચાઇ યોજના માટે
`૪૫ કરોડની જોગવાઇ.
• મેશ્વો જળાશય આધારિત ઉદ્દવહન સિંચાઇ યોજના માટે `૪૫ કરોડની જોગવાઇ.
• પ્રગતિ હેઠળની અંદાજિત `૫૫૧ કરોડની થરાદથી સીપુ ડેમ સુધીની પાઈપલાઈન યોજના માટે `૩૦ કરોડની જોગવાઈ.
• વડોદરા જિલ્લામાં મહી નદી પર પોઇચા ગામે વિયર માટે `૧૦ કરોડની જોગવાઇ.

*ભાડભૂત યોજના*
સમુદ્રી ભરતીથી થતી જમીનની ખારાશ અટકાવવા તથા ભૂગર્ભજળની ગુણવત્તા સુધારવા માટે નર્મદા નદી ઉપર અંદાજે `૫૪૦૦ કરોડની ભાડભૂત યોજનાની કામગીરી શરૂ કરેલ છે. આ યોજનાથી પાણી સંગ્રહની સાથેસાથે પરિવહનમાં નોંધપાત્ર સુધારો થશે. આ યોજના માટે `૧૪૧૫ કરોડની જોગવાઇ.

*સરદાર સરોવર યોજના*
સરદાર સરોવર યોજના દેશની એક અગત્‍યની આંતરરાજ્ય બહુહેતુક યોજના છે, જે ગુજરાતની જીવાદોરી સમાન છે. આ યોજના પૂર્ણ થતાં હાલમાં અંદાજે ૧૦ હજાર ગામો અને ૧૭૬ શહેરોને ઘરવપરાશ માટે પાણી પૂરું પાડવામાં આવે છે. નર્મદા યોજના અંતર્ગત રાજ્યમાં કેનાલનું મોટું નેટવર્ક પથરાયેલ છે જેની કુલ લંબાઇ અંદાજે ૭૦ હજાર કિ.મી. છે. નર્મદા યોજનાના કમાન્‍ડ હેઠળ અંદાજે ૧૮ લાખ હેકટર વિસ્તાર આવરી લેવાયેલ છે, જેથી આ વિસ્તારની કાયાપલટ થયેલ છે. સરદાર સરોવર ડેમ અને કેનાલ પર ૧૪પ૦ મેગાવોટની કુલ સ્‍થાપિત ક્ષમતા વાળા બે જળવિદ્યુત મથકો કાર્યરત છે. આ જળવિદ્યુત મથકો દ્વારા અત્યાર સુધી અંદાજે ૬ હજાર કરોડ યુનિટ જેટલું વિક્રમી વીજ ઉત્પાદન થયેલ છે. આમ, ગુજરાતની તમામ વસ્તી તેમજ અર્થતંત્ર માટે નર્મદા યોજના મોટા વરદાનસમી સાબિત થયેલ છે. આ યોજના માટે `૫૯૫૦ કરોડની જોગવાઇ.
• કચ્છ શાખા નહેરના બાકી કામો માટે `૧૦૮૨ કરોડની જોગવાઇ.
• કચ્છ અને સૌરાષ્ટ્ર શાખા નહેરના પંપિંગ સ્ટેશનના વિસ્તરણ, જાળવણી અને સંચાલન માટે `૬૭૫ કરોડની જોગવાઇ.
• નર્મદા મુખ્ય નહેર પર વધારાના સ્ટ્રક્ચર તથા કેનાલ ઓટોમેશન તેમજ જાળવણીની કામગીરી માટે `૧૭૮ કરોડની જોગવાઇ.
• નર્મદા કમાન્‍ડ વિસ્તારમાં સિંચાઇના પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરી મહત્તમ પાક ઉત્પાદન મળે તે હેતુથી તાલીમ, નિદર્શન, ખેડૂત શિબિર, જમીનની ચકાસણી વગેરે કૃષિલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે `૧૦૦ કરોડની જોગવાઇ.
• ગરૂડેશ્વર વિયર તથા વિવિધ શાખા નહેરો પર વીજ મથકોની સ્થાપના, જાળવણી અને મરામત માટે `૫૦ કરોડની જોગવાઈ.

*સૂક્ષ્મ સિંચાઇ*
ઉપલબ્ધ પાણીમાંથી સિંચાઇક્ષેત્રમાં વધારો કરવા માટે આપણું રાજ્ય સૂક્ષ્મ સિંચાઇનો મહત્તમ ઉપયોગ કરી પાણીનો કરકસરભર્યો ઉપયોગ કરે તે આજની જરૂરિયાત છે. અત્યાર સુધીમાં અંદાજે ૨૧ લાખ હેકટર વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઇની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આ દિશામાં ગુજરાતે દેશને એક નવી રાહ ચીંધેલ છે. ભૂગર્ભ જળ અને ઉદ્‍વહન સિંચાઇ યોજનાઓ દ્વારા પાઇપલાઇનથી અપાતા પાણીમાં પણ સૂક્ષ્મ સિંચાઇના ઉપયોગથી વોટરયુઝ એફિસિયન્‍સીમાં વધારો કરી પાણી અને વીજળીની બચત કરી ખેત ઉત્પાદન વધારી શકાય છે. સૂક્ષ્મ સિંચાઇ દ્વારા જળસિંચનના અભિગમને રાજ્યવ્યાપી અભિયાન બનાવવામાં આવશે.
• ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપનીના માધ્યમથી ખેડૂતોને ડ્રીપ અને સ્પ્રિંકલર વસાવવા માટે `૧૫૦૦ કરોડની જોગવાઇ.
• ભારત સરકાર સહાયિત `૭૫૦ કરોડની અટલ ભૂજલ યોજના અંતર્ગત સૂક્ષ્મ સિંચાઇને પ્રોત્સાહન આપવા `૨૦૦ કરોડની જોગવાઇ.
• ઉદ્‍વહન સિંચાઇ યોજનાઓને સેચ્યુરેશન એપ્રોચથી સૂક્ષ્મ સિંચાઇ સાથે જોડવા માટે ખૂટતી કડીના કામો માટે `૪૮૨ કરોડની જોગવાઇ.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

LOKARPAN-@-Official-✍🏻-20230224_130235.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!