પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ ₹૧૦,૭૪૩ કરોડની જોગવાઇ

પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ ₹૧૦,૭૪૩ કરોડની જોગવાઇ
Spread the love

પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ ₹૧૦,૭૪૩ કરોડની જોગવાઇ

ગામના છેવાડાના માનવીને પણ તમામ સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે રાજ્ય સરકારની નેમ છે. ત્રિસ્તરીય પંચાયતી માળખાને સુદ્રઢ બનાવવા ગ્રામ, તાલુકા, જિલ્લા પંચાયતના મકાનોનું નવિનીકરણ, રેકર્ડનું મોર્ડનાઇઝેશન અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ કરી ગામડાઓના સર્વાંગી વિકાસ માટે જરૂરી પગલા સરકાર લઇ રહી છે. ગ્રામ્ય કક્ષાએ સફાઇ, પાણી જેવી મૂળભૂત સુવિધાઓ આપવાની સાથોસાથ ગ્રામ્ય સંસાધનોનું યોગ્ય સંચાલન અને માવજત માટે જરૂરી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.

પંચાયત
• ૧૫મા નાણાપંચ અંતર્ગત ગ્રામ્ય માળખાકિય સુવિધાઓના સુદ્રઢીકરણ માટે `૨૫૦૦ કરોડની જોગવાઇ.
• ગ્રામ્ય પાણી પુરવઠાઓ યોજનાઓ માટે વિનામૂલ્યે વીજપુરવઠાની યોજના અંતર્ગત સહાય માટે `૭૩૪ કરોડની જોગવાઇ.
• પંચાયત વિસ્તારમાં પાણી તથા સ્વચ્છતાના અનેકવિધ કામોના અમલીકરણ માટે `૧૭૭ કરોડની જોગવાઇ.
• ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના થકી ગ્રામ્ય લોકોને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી તેમના ગામમાં જ મેળવી શકે છે. હાલમાં આ યોજના અંતર્ગત મળનાર સેવાઓની સંખ્યા વધીને ૩૨૧ થયેલ છે. દર વર્ષે અંદાજિત ૪.૫ કરોડ વ્યવહારો આ નેટવર્ક મારફત થાય છે. જે ડિજિટલ ગવર્નન્સની દિશામાં મોટી હરણફાળ છે. આ યોજનાને વધુ સુદ્રઢ કરવા તેમજ તેનો વ્યાપ વધારવા
`૧૬૦ કરોડની જોગવાઇ.
• સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગરની નજીક આવતાં ગામોમાં પીવાના પાણી, ગટર વ્યવસ્થા, રોડ રસ્તાની તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજીને લગતી માળખાકિય સુવિધાઓ વિકસાવવા તેમજ પર્યાવરણની જાળવણી માટે
`૧૦ કરોડની જોગવાઇ.

*ગ્રામવિકાસ વિભાગ*
• મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના (મનરેગા) હેઠળ `૧૩૯૧ કરોડની જોગવાઇ.
• પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ આવાસો બાંધવા માટે
`૯૩૨ કરોડની જોગવાઇ.
• પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના-વોટરશેડ ડેવલપમેન્ટ કમ્પોનન્ટ (PMKSY-WDC) માટે `૨૨૦ કરોડની જોગવાઇ.
• મહિલાઓના સશકિતકરણ અને આર્થિક વિકાસ માટે નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન (આજીવિકા) અંતર્ગત `૨૧૦ કરોડની જોગવાઇ.
• સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) અંતર્ગત ગામોમાં ઘન અને પ્રવાહી કચરાના નિકાલની સુવિધા હાથ ધરવામાં આવે છે. ગોબરધન યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં ઊર્જા સુરક્ષા સાથે જૈવિક ખાતરનો લાભ આપવા બાયોગેસ પ્લાન્‍ટ અને સ્લરી પ્રોસેસિંગ યુનિટ સ્થાપવામાં આવે છે. આ યોજનાઓ માટે જોગવાઇ `૨૦૦ કરોડની જોગવાઇ.
• દીનદયાલ ગ્રામીણ કૌશલ યોજના હેઠળ ૫૦૦૦ જેટલી મહિલાઓને ડાયમંડ વર્કની અને બીજી મહિલાઓને જુદા જુદા કૌશલ્ય માટે તાલીમ આપવા માટે ૨૩ કરોડની જોગવાઇ.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

LOKARPAN-@-Official-✍🏻-20230224_130235.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!