ખેડા જિલ્લામાં હથિયાર બંધી અંગેનું જાહેરનામુ

ખેડા જિલ્લામાં હથિયાર બંધી અંગેનું જાહેરનામુ
Spread the love

ફાગણી પૂનમ નિમિત્તે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સમગ્ર ખેડા જિલ્લામાં હથિયાર બંધી અંગેનું જાહેરનામુ

આગામી તા.૦૨/૦૩/૨૦૨૩ થી તા.૦૯/૦૩/૨૦૨૩ દરમ્યાન ફાગણસુદ પુનમ નિમિત્તે ડાકોર શ્રી રણછોડરાયજી મંદિર ખાતે મોટો ધાર્મિક લોકમેળો, હોળી પુનમ નિમિત્તે પદયાત્રા, ગળતેશ્વર મહીસાગર નદીના પટમાં મેળો, વડતાલ સ્વામીનારાયણ મંદિરે ધાર્મિક લોકમેળો, હોળી–ધુળેટી તહેવાર યોજાનાર છે. તેમજ ડાકોર ફાગણી પુનમ મેળામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ પગપાળા તેમજ વાહનો મારફતે દર્શનાર્થે આવતા હોય અને SSC, HSCની પરીક્ષા આગામી માર્ચ માસમાં યોજાનાર હોય, આ દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં સરળતા રહે તે હેતુથી સમગ્ર ખેડા જિલ્લામાં તા.૨૬/૦૨/૨૦૨૩ થી તા.૨૫/૦૩/૨૦૨૩ સુધીના સમય દરમ્યાન હથિયાર બંધીનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
આથી શ્રી બી.એસ.પટેલ, જી.એ.એસ. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, ખેડા જિલ્લો નડીઆદ, ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૭(૧) પ્રમાણે તેઓને મળેલ સત્તાની રૂઈએ સમગ્ર ખેડા જિલ્લાના હદ વિસ્તારમાં તા.૨૬/૦૨/૨૦૨૩ના રોજ સવારના ૬.૦૦ કલાક થી તા.૨૫/૦૩/૨૦૨૩ના રોજ ૨૪.૦૦ કલાક સુધી નીચેના કૃત્યો કરવાની મનાઈ ફરમાવે છે.
(1) હથીયાર, તલવાર, ભાલા, ધોકા, છરા, લાકડી કે લાઠી સળગતી મશાલ, લાકડાની હોકી અથવા બીજા હથીયારો કે જેનાથી શારીરીક ઈજા કરી શકાય તે સાથે રાખી ફરવાનું. (ર) કોઈપણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે રાખી ફરવાનું. (૩) મનુષ્ય અથવા શબ તેમજ પુતળા દેખાડવાનું (૪)અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઈરાદાથી જાહેરમાં બિભત્સ સુત્રો પોકારવાનું અથવા અશ્લિલ ગીતો ગાવાનું. જેનાથી સુરૂચિ અથવા નિતીનો ભંગ થાય તેવું ભાષણ કરવાનું તથા તેવા ચિત્રો,પ્રતિકો કે પ્લે કાર્ડો અથવા બીજા કોઈપણ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવાનું બતાવવાનું અથવા ફેલાવો કરવાનું, રાજયની સલામતી જોખમાતી હોય તેવા છટાદાર ભાષણો આપવાનું, ચાળા પાડવાનું, નકલ કરવાનું સમગ્ર ખેડા જિલ્લામાં લાગુ કરવામાં આવે છે.
આ હુકમ નીચેની વ્યક્તિઓને લાગુ પડશે નહિ.(૧) ફરજ પરના સરકારી નોકર કે કામ કરતી કોઈપણ વ્યકિત કે જેના ઉપરી અધિકારીએ આવું કોઈપણ હથીયાર સાથે લઈ જવાનું ફરમાવ્યું હોય અથવા કોઈ હથીયાર લઈ જવાની જેની ફરજ હોય. (૨) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, સબડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કે તેમણે અધિકૃત કરેલ પોલીસ અધિકારીએ શારીરીક અશકિતને કારણે લાકડી કે લાઠી લઈ જવાની પરવાનગી આપી હોય તે વ્યકિત.
આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સને ૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ – ૧૩૫(૧) અને ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦ ની કલમ- ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

LOKARPAN-@-Official-✍🏻-20230228_131355.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!