આઈસીડીએસની ડિસ્ટ્રીક્ટ મોનીટરીંગ અને રીવ્યૂ કમિટીની બેઠક યોજાઈ
જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીના સહ-અધ્યક્ષસ્થાને આઈસીડીએસની ડિસ્ટ્રીક્ટ મોનીટરીંગ અને રીવ્યૂ કમિટીની બેઠક યોજાઈ
જિલ્લાના બાળકો તથા સગર્ભા માતાઓ સુપોષિત રહે તે સુનિશ્ચિત કરવા માટે જરૂરી માળખાકીય સુવિધા સુદ્રઢ કરવી આપણા સૌની જવાબદારી છે. – જિલ્લા વિકાસ અધિકારીશ્રી
જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિક નિવાસી કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી (ઈ.ચા.)ની ઉપસ્થિતિમાં આઈ.સી.ડી.એસ. યોજનાને લગતા તમામ માપદંડોની જિલ્લા કક્ષાની ત્રિમાસિક સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કાર્યાન્વિત આંગણવાડી કેન્દ્રોની સમીક્ષા; આઇસીડીએસ યોજનામાં આવરી લીધેલ લાભાર્થીની સમીક્ષા; પુરક પોષણની સેવાઓની નિયમિતતા અને ગુણવત્તા; માતા, બાળકો અને કિશોરીઓના પોષણ સંબંધિત સમીક્ષા; આંગણવાડી કાર્યકર/તેડાગરની ભરતી, મુખ્ય સેવિકાની બઢતી તથા ખાલી જગ્યા બાબતની સમીક્ષા; આંગણવાડી કેન્દ્રોના મકાન બાંધકામ, પીવાના પાણી, શૌચાલય અને વીજ કનેક્શન અંગે સમિક્ષા; આધારકાર્ડની કામગીરીની સમિક્ષા; પોષણ ટ્રેકરની કામગીરી અંગે સમિક્ષા; મુખ્યમંત્રી સશક્તિ યોજના (V)ની કામગીરી અંગે સમિક જેવી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં પ્રસ્તુત કરવામાં આવેલ રિપોર્ટનો અભ્યાસ કરી જિલ્લા વિકાસ અધિકારી (ઈ.ચા.) શ્રી પી. આર. રાણાએ ઉપસ્થિત અધિકારીઓ તથા કર્મચારીઓને જણાવ્યું હતું કે જિલ્લાના બાળકો તથા સગર્ભા માતાઓ સુપોષિત રહે તે સુનિશ્ચિત કરવા માટે જરૂરી માળખાકીય સુવિધા સુદ્રઢ કરવી આપણા સૌની જવાબદારી છે.
ઉલ્લેખનીય છે કે જિલ્લા ખાતે મંજૂર થયેલ 1979 આંગણવાડી કેન્દ્રોમાંથી તમામ કેન્દ્રો કાર્યાન્વિત છે. આ ઉપરાંત પુરક પોષણ માટે નોંધાયેલા 6 માસથી 3 વર્ષના બાળકોમાંથી 99.17% બાળકો લાભાન્વિત થયા છે, જ્યારે નોંધાયેલા 3 વર્ષથી 6 વર્ષના બાળકોમાંથી 91.31%, નોંધાયેલ ધાત્રી માતામાંથી 98.59% અને નોંધાયેલ સગર્ભા માતાઓમાંથી 99.27% માતાઓ સુધી પુરક પોષણનો લાભ પહોંચ્યો છે. વધુમાં SAG & PUNA યોજના અંતર્ગત નોંધાયેલ કિશોરીઓ પૈકી 100% કિશોરીઓને આઈએફએ ટેબલેટ, એસએનપી તથઆ એનએચઈ આપવામાં આવેલ છે.
બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાઠોડ, જિલ્લા આયોજન અધિકારી વિનોદ પ્રજાપતિ, જિલ્લા આઈસીડીએસ અધિકારી શ્રી મનિષાબેન બારોટ, સહિત સંલગ્ન સીડીપીઓશ્રી તથા કર્મચારીઓ હાજર રહ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300