જુનાપીપળીયા તા.શાળાના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાય

શ્રી ઓ.વે.શેઠ લોકવિજ્ઞાન કેન્દ્ર-રાજકોટ અને શ્રી જુનાપીપળીયા તા.શાળાના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં જસદણ તાલુકાની જુનાપીપળીયા તા.શાળાના ધોરણ-6 થી 8ના વિદ્યાર્થીઓ માટે સાયન્સ ક્વિઝ સ્પર્ધા યોજાઈ હતી.જેમાં વિજેતા બાળકોને સર્ટિફિકેટ અને ઈનામો લોક વિજ્ઞાન કેન્દ્ર માથી પધારેલા ગૌતમસાહેબ, મિનેશસાહેબ અને પ્રશાંતસાહેબ તેમજ જસદણ તાલુકા પ્રા.શિક્ષણાધિકારી શ્રી વંન્દ્રાસાહેબના હસ્તે આપવામાં આવ્યા. ત્યારબાદ અંધશ્રદ્ધા નિર્મૂલન કાર્યક્રમ અને ખેડૂતો લક્ષી પરિસંવાદ અને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.અંતે રાત્રી આકાશ દર્શન ટેલિસ્કોપની મદદથી કરાવવામાં આવ્યું, જેમાં ગુરૂ,શુક્ર અને ચંદ્રને ટેલિસ્કોપ દ્વારા નિહાળ્યા.જેમાં શાળાના 200 જેટલા વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને ગામલોકોએ કૂતુહલ પૂર્વક તેની મજા માણી હતી.આસપાસના ગામોના બાળકો અને લોકો પણ જોડાયા હતાં.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300