અમરેલી ભરાડ વિદ્યા સંકુલ ખાતે વાર્ષિક ઉત્સવ 2023 નો માતૃ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો

અમરેલી ભરાડ વિદ્યા સંકુલ ખાતે વાર્ષિક ઉત્સવ 2023 નો માતૃ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો
Spread the love

અમરેલી ભરાડ વિદ્યા સંકુલ ખાતે વાર્ષિક ઉત્સવ 2023 નો માતૃ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભરાડ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોના મમ્મી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ હતું જેમાં અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ રેખાબેન મોવલીયા તેમજ આરોગ્ય સમિતિના ચેરમેન
શ્રી કંચનબેન ડેર શીતલ ફૂડ કંપનીના માલિક કાજલબેન ભુવા નગરપાલિકાના સદસ્ય નિમિષાબેન પંડ્યા ખુશ્બુબેન ભટ્ટ તેમ તેમજ અમરેલી આઈટીઆઈના પ્રિન્સિપાલ તેજલબેન ભટ્ટ ફોરેસ્ટ અધિકારી જ્યોતિબેન ખાખર મહિલા અગ્રણી સવિતાબેન ગજેરા તેમજ મીનાબેન સોન્ડાગર તેમજ સંસ્થાના સ્થાપક એવા શિક્ષણ વિદ માનનીય ગિજુભાઈ ભરાડ શીતલ ફૂડ કંપનીના માલિક દિનેશભાઈ ભુવા
સંજયભાઈ રામાણી તેમજ ફાયર સેફ્ટીના અમરેલીના અધિકારી શ્રી ગઢવી સાહેબ અને તેમના સ્ટાફ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા
તેમજ 108 ટીમ દ્વારા તમામ પ્રકારની ઓનલાઇન રજીસ્ટર કરી માહિતી આપવામાં આવી હતી તેમજ યોગ શિક્ષક નિકિતાબેન પંડ્યા દ્વારા યોગ ભગાવે રોગ ની પણ તાલીમ આપવામાં આવી હતી
આ કાર્યક્રમમાં ભરાડ સ્કૂલ અમરેલીના વાલી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમ જ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભરાડ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ તેમના મમ્મી તેમજ ભરાડ સ્કૂલના સ્ટાફ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ ની ત્યારી કરેલ હતી આ કાર્યક્રમ નો મેન ઉદેશ બાળકને દેશપ્રત્યે સંસ્કૃતિ પ્રત્યે ધર્મ કર્મ થી મહાન બનવું અને ઇતિહાસ પ્રત્યે નાનપણથીજ જાગૃતતા આવે એવી વિદ્યાર્થીને શિક્ષકો દ્વારા કૃતિઓ ત્યાર કરાવવામાં આવી હતી . અને વિદ્યાર્થીઓની માતાઓ દ્વારા મમ્મી સ્પેશિયલ કાર્યક્રમમાં સ્ટેજ પરફોર્મન્સ દ્વારા મમ્મીઓ પરિવાર પ્રત્યે અને તેનામાં રહેલું હુન્નર પણ સારી રીતે રજૂ કરી બાળકના મનમાં પણ પરિવાર પ્રત્યે માન સન્માનની ભાવના વધે એવી વાર્તા અને કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને સાબિત કરી દીધું કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. અને ભરાડ સાહેબ દ્વારા અમારી ભરાડ ફાઉન્ડેશનની શિક્ષણ પદ્ધતિ ફીન્ડલાઈન શિક્ષણ પદ્ધતિ જે બાળકમાં 108 પ્રકારની સ્કીલ ડેવલોપ કરવા માટે કામ કરી રહી છે તેમાં માત પિતાએ પણ પૂરું યોગદાન આપવું જોઈએ જેથી બાળક અભ્યાસની સાથે સાથ દરેક ક્ષેત્રની કામગીરીથી માહિતગાર અને આગળ વધે એ વિશે વાલી ને માહીતિ ગાર કરીયા.
અને ભરાડ સ્કૂલના સંચાલક પંકજભાઈ મહેતા અને અલ્પાબેન મહેતાએ બાળક 5 થી 15 વર્ષ નું થાય આ 10 વર્ષનાસમયગાળામાં સર્જાત્મક શિક્ષણ દ્વારા બાળકમાં રહેલી 108 સ્કીલ ડેવલોપ કરવા માટે અમારી શાળામાં જે પ્રોજેક્ટ ચાલે છે જે પ્રવૃત્તિઓ ચાલે છે તેમાં બાળકની સાથો સાથ તેના માત પિતાએ પણ સહભાગી કઈ રીતે થાવું એ વિશે પૂરેપૂરું માર્ગદર્શન આપ્યું હતું જેથી આપનું બાળક કાલનો ઉત્તમ નાગરિક બને અને જીવનમાં આવેલી કોઈભી પરિસ્થિતિ માં બુદ્ધિથી તાકાતથી અને સહજતાથી સામનો કરે અને સરળતા થી સિદ્ધિ પ્રાપ્ત કરે તેનું પૂરેપૂરું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન d દવે દિપક્સર સર જાપડીયા હરેશ સર દ્વારા કાર્યક્રમ નું સંચાલન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા ભરાડ વિદ્યા સંકુલના તમામ સ્ટાફે ભારે જહમત ઉઠાવી હતી અને સાબિત કરી બતાવ્યું કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230228-WA0042.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!